બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ડીસાના બનાસ પુલ પરથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી : 2 શખ્સોની અટકાયત કરાઇ

- Advertisement -
Share

 

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે એક દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી છે. બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે મંગળવારે મળેલી બાતમીના આધારે આખોલ ચોકડી પર પેટ્રોલિંગ દરમિયાન બાતમીવાળી કારનો પીછો કર્યો હતો.

 

 

જ્યારે બનાસ નદીના પુલ ઉપર 2 શખ્સો સહીત કુલ રૂ. 3.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસને ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મંગળવારે ખાનગી બાતમીના આધારે આખોલ તરફથી એક સ્વીફ્ટ કાર દારૂ ભરીને ડીસા તરફ આવવાની છે.

 

જે બાતમીના આધારે આખોલ ચોકડી નજીક તેઓ વોચમાં હતા. તે દરમિયાન સ્વીફ્ટ કાર નં. GJ-01- RZ-5319 આવતાં તેનો પીછો કરી બનાસ નદીના પુલ ઉપરથી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે તેને ઝડપી પાડી હતી.

 

જેમાં પોલીસે કારની તપાસ કરતાં કારમાં વિદેશી દારૂની 393 જેટલી બોટલ જેની કિંમત રૂ. 1,83,480 સહીત કુલ 3,84,980 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

જ્યારે પોલીસે નરસીરામ જાટ અને અર્જુનસિંહ રાઠોડને ઝડપી પાડયા હતા. આ ઉપરાંત 2 સિવાય દારૂ ભરાવનાર રફીક સાંચોર એમ આ 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!