અંબાજીમાં સિલબંધ પેકેજ પર નિર્દેશોનું પાલન ન થતાં 75,000 દંડ ફટકારાયો : ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિઓ ગ્રાહક બનીને ગયા હતા

- Advertisement -
Share

અંબાજીના એન માર્ટ પ્લસ મોલમાં બુધવારે સુરક્ષા મંડળના પ્રતિનિધીઓ ગ્રાહક બનીને મોલમાં જઇ વસ્તુઓ ખરીદી હતી. ચીજવસ્તુઓના સીલબંધ પેકેજો પર સૂચવેલ નિર્દેશોનું પાલન બિલકુલ દેખાયેલું ન હોવાથી મોલના માલિકને રૂ. 75 હજારનો દંડ કરાયો હતો.

 

આ અંગે ગ્રાહક સલાહ અને સુરક્ષા મંડળના પ્રમુખ વિપુલ ગુર્જરએ જણાવ્યું હતું કે, ‘ગ્રાહક સલાહ અને સુરક્ષા મંડળના પ્રતિનિધીએ ગ્રાહક બની બુધવારે અંબાજીમાં આવેલ N–Mart Plus મોલમાં વસ્તુની ખરીદી કરી હતી. તે ખરીદેલ પેકીંગ ચીજવસ્તુમાં સીલબંધ પેકેજો પર સૂચવેલ નિર્દેશોનું પાલન બિલકુલ દેખાયું નહતું. તેવી અનેક વસ્તુઓ હતી.”

જેથી કાયદાનો ભંગ થતો હોય તોલ, માપ, વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી બનાસકાંઠા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી કાયદાની કલમ 18/1 મુજબ રૂપિયા 75,000 હજારનો મોલના માલિક પાસેથી દંડ વસુલ કરી મુદ્દામાલ કબજે લીધેલ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!