વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ માલિક સામે ગુનો દાખલ

- Advertisement -
Share

ફેક્ટરી ખાતે જઈને પોલીસે જોયું તો અહીં વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવવામાં આવી રહ્યા હતા.

દેશમાં હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોરોનાથી બચવા માટે માસ્ક ખૂબ જરૂરી છે. જોકે, માસ્કના નિકાલ અંગે લોકોમાં જોઈએ એટલી જાગૃતિ નથી. લોકો રસ્તાઓ પર અને જાહેર જગ્યાઓ પર માસ્ક ફેંકી દેવા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

આ દરમિયાન મહરાષ્ટ્રમાંથી જે બનાવ સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લમાં પોલીસે એક ફેક્ટરી પર દરોડો કર્યો છે. આ ફેક્ટરી ગાદલા બનાવવા માટે કપાસ કે અન્ય મટિરિયલનો ઉપયોગ કરવાને બદલે વપરાયેલા માસ્કનો ઉપયોગ કરી રહી હતી.

 

 

એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે દરોડા દરમિયાન ફેક્ટરી ખાતેથી માસ્કની ગાસડીઓ મળી આવી છે. MIDC પોલીસને બાતમી મળી હતી કે જલગાંવ ખાતે આવું કોઈ રેકેટ ચાલી રહ્યું છે.

બનાવ બાદ પોલીસ ફેક્ટરી પર પહોંચી હતી. ફેક્ટરી ખાતે જઈને પોલીસે જોયું તો અહીં વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવવામાં આવી રહ્યા હતા. જે બાદમાં પોલીસે માસ્ક ભરેલી ગાસડીઓ જપ્ત કરી હતી અને તેમને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત પોલીસે ફેક્ટરીના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે.

ASP ચંદ્રકાંત ગવાલીએ એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “એમઆઈડીસીના કુસુમ્બા ગામ ખાતે જ્યારે પોલીસ અધિકારીઓ પહોંચ્યા ત્યારે ફેક્ટરી ખાતે વપરાયેલા માસ્કમાંથી ગાદલા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ મામલે ફેક્ટરી માલિક અમજદ અહમદ મન્સૂરી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રેકેડમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.”

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!