કાંકરેજ એક ગામમાં લીમડાના થડમાંથી દૂધ જેવો પદાર્થ નીકળવા લાગ્યો : સમગ્ર ગામમાં અચરજમાં પડ્યું

- Advertisement -
Share

કાંકરેજના ઈન્દ્રમણા ગામે આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ લીમડાના ઝાડમાંથી દૂધ જેવો પદાર્થ નીકળતા સમગ્ર ગામમાં કુતુહુલ સર્જાયું હતું અને ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ઈન્દ્રમણા ગામ ખાતે આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં રહેલા લીમડાના વૃક્ષમાંથી અચાનક છેલ્લા દોઢ માસથી દૂધ જેવા પદાર્થની ધરા નીકળતા આજુબાજુના લોકોના ટોળા લીમડામાંથી નીકળતા દૂધ જેવા પદાર્થોની ધરાને જોવા માટે ઉમટી પડ્યા હતા.

ઈન્દ્રમણા ગામ ખાતે આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આવેલા લીમડામાંથી અચાનક દૂધ જેવા પદાર્થો નીકળતા આજુબાજુના લોકો જોવા માટે તો આવે છે પરંતુ લીમડામાંથી દૂધ જેવા પદાર્થની ધરાની આસ્થા રાખી લીમડામાંથી નીકળતા દૂધ જેવા પદાર્થોને લોકો ડાયાબિટિસની અને વાની બીમારી માટે લોકો લઈ જાય છે.

કાંકરેજના ઇન્દ્ર માણા ગામ ખાતે આજે લીમડામાંથી નીકળેલા દૂધ જેવા પદાર્થને ધરાને જીતુભાઈ વેદ દ્વારા વધુ વિગત આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ધારા લીમડાનો મધ તરીખે ઓળખાય છે. ખાસ કરીને આ દૂધ જેવા પદાર્થ જુના લીમડાના થડમાં પાણી ભરપૂર હોય તો લીમડામાંથી બહાર નીકળતું હોય છે આ લીમડામાંથી નીકળતું દૂધ જેવો પદાર્થ ચામડીના રોગ માટે તેમજ દમની બીમારી માટે તેમજ ગરમીનો રોગની બીમારી માટે પહેલા વાપરતા હતા તેમજ લોહીને સુધારા માટે પણ ઉપયોગી હોય છે. આ લીમડામાંથી નીકળતા દૂધ જેવા પદાર્થ આ સીઝનમાં ખાસ જોવા મળે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!