પાલનપુર-છાપી હાઇવે નજીક ખાનગી બસમાં અજાણ્યા શખ્સોએ સોના-ચાંદીના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી કરતાં ચકચાર

- Advertisement -
Share

 

પાલનપુર-છાપી હાઇવે નજીક શુક્રવારે અમદાવાદથી જોધપુર જઇ રહેલ ખાનગી બસ છાપી નજીક હોટલ પર ઉભી રહેતાં મુસાફરો ચા-પાણી કરવા ઉતર્યાં હતા અને ખાનગી કાર લઇ આવેલા અજાણ્યા શખ્સોએ કાપડના થેલામાં સોના-

 

 

ચાંદીના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ચોરો હવે વાહનોમાંથી ચોરી કરી પલાયન થઇ જાય હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

 

 

 

ત્યારે શુક્રવારે વધુ એક ખાનગી બસમાંથી સોના-ચાંદીના દાગીના ભરેલા થેલાની ચોરી કરી પલાયન થયાની ઘટના સામે આવી છે.

 

 

અમદાવાદથી જોધપુર જઇ રહેલા મુસાફરો પાલનપુરના છાપી હાઇવે પર આવેલ એક હોટલ પર મુસાફરો ચા-પાણી કરવા ઉતર્યાં હતા.

 

 

તે દરમિયાન ખાનગી કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ખાનગી બસમાં પ્રવેશ કરી મુસાફરનો થેલો લઇ પલાયન થઇ ગયા હતા.

 

આ ઘટનાની જાણ મુસાફરને થતાં આજુબાજુમાં તપાસ કરતાં કોઇ ભાળ મળી ન હતી. જેથી તાત્કાલીક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!