ડીસા-પાલનપુર હાઇવે ઉપર ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલકનું મોત

- Advertisement -
Share

 

બનાસકાંઠા પંથકમાં વાહન અકસ્માતની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં પણ આશાસ્પદ યુવકો અકાળે જીવ ગુમાવી રહ્યા છે.

 

 

ત્યારે ડીસા-પાલનપુર હાઇવે પર આવેલા કલ્યાણપુરા પાટીયા નજીક શુક્રવારે એક ટ્રક ચાલકે બાઇક સવારને ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને ગંભીર ઇજાઓને કારણે બાઇક સવારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું.

 

 

આ અંગેની વિગત એવી છે કે, મૂળ વાવમાં એક બાઇકના શો રૂમમાં નોકરી કરતાં નાથાભાઇ માવાભાઇ વેણ પોતાનું બાઇક લઇ શુક્રવારે પાલનપુરથી વાવ તરફ આવી રહ્યા હતા.

 

 

તે દરમિયાન ડીસા નજીક કલ્યાણપુરા પાટીયા નજીક પૂરઝડપે આવતાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો.

 

જો કે, અકસ્માતમાં બાઇક ચાલક નાથાભાઇને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

જ્યારે લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી હતી. જયારે મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયારે ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!