બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના સેડમાં ગ્રેડીંગ થયેલા બટાટાનો જનરલ ભાવે વેપાર થશે

- Advertisement -
Share

 

સમગ્ર દેશભરમાં બટાકા તરીકે જાણીતા અને ઉત્પાદન ક્ષેત્રમાં સૌથી વધુ અગ્રેસર બનાસકાંઠા જીલ્લામાં કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનની થોડા દિવસો અગાઉ બનાસકાંઠા જીલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસીએશનના પ્રમુખ ફૂલચંદભાઇ કચ્છવાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વેપારીઓ અને ખેડૂતોના હીતમાં કેટલાંક નિર્ણયો લેવામાં આવ્યા છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં આવેલા 200 જેટલાં કોલ્ડ સ્ટોરેજમાં 3.5 કરોડથી વધુ બટાકાનો સંગ્રહ થતો હોય છે. ત્યારે કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન દ્વારા કેટલાંક વેપારીઓ અને ખેડૂતોના હીતમાં આ વર્ષે નિર્ણય લેવામાં આવ્યો છે.

 

જેમાં કોલ્ડ સ્ટોરેજમાંથી સેડમાં ગ્રેડીંગ થયેલા બટાટાનો જનરલ ભાવે વેપાર કરવો, વર્ષોથી ગ્રેડીંગ થયેલા બટાકા સારા, જીણ અને છોલાટ આમ 3 પ્રકારે વેપાર થતો હતો. જે જનરલ ભાવે વેપાર કરવાનો નિર્ણય લેવાયો છે.

 

આ ઉપરાંત 82 કિલોના બિલ્ટીના ભાવે પહેલાં વેપાર કરવામાં આવતો હતો. જે હવેથી પ્રતિ બેગ એટલે 50 કિલોના ભાવે વેપાર કરવાનો નિર્ણય લેવાયો છે. જેને ખેડૂતો સહીત વેપારી વર્ગ પણ આવકારી રહ્યો છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!