સિદ્ધપુર નજીક અલ્ટો પલ્ટી : કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ

- Advertisement -
Share

 

 

સિદ્ધપુરથી પાલનપુરને જોડતો 6 લાઈન હાઈવે રોડ બનાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે હાઈવે 6 લાઈન બનવાના કારણે અકસ્માતો બનવાના બનાવ વધી રહ્યા છે.

 

 

ત્યારે રવિવારે રાત્રે નં. GJ-05-CS-8934 ની અલ્ટો કાર રાજસ્થાન તરફથી આવી રહી હતી. ત્યારે સિદ્ધપુર સુજાનપુર પાટીયા નજીક આવેલ ગોકુલ મીલ નજીક બાઈક સવારને બચાવવા જતાં અલ્ટો કાર ચાલકે કાબુ ગુમાવતા કારને અકસ્માત નડયો હતો.

 

 

અકસ્માત દરમિયાન કારે પલ્ટી મારી હતી. ત્યારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને સદનસીબે અલ્ટો કારમાં બેઠેલા તમામ લોકોને સહી સલામત કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

 

 

અલ્ટો કારમાં બેઠેલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા 108 વાન જાણ કરતાં પાઇલોટ હીરલ રાવલ અને ઈ.એમ.ટી. દ્વારા ઘટનાસ્થળે આવી તમામ લોકોને ચેક કરતાં નાની-મોટી ઇજાઓ થઇ હોવાથી સિદ્ધપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!