ધાનેરામાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી જુગાર રમતાં 8 શખ્સોને ઝડપ્યા : બે શખ્સો ફરાર

- Advertisement -
Share

 

 

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા શનિવારે મોડી સાંજે ધાનેરા ત્રિકોણિયા માર્કેટ સામે રેડ કરી ત્યાં જુગાર રમાડતાં અને રમતાં 8 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો ફરાર થઇ ગયા હતા.

 

 

ધાનેરામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા શનિવારે મોડી સાંજે ત્રિકોણિયા માર્કેટ સામે તપાસ હાથ ધરાઇ હતી અને ત્યાં આંક ફરકનો જુગાર રમાડતા અને રમતા 8 શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસની ટીમના લોકો પ્રાઇવેટ વાહન અને વર્ધીમાં ન હોવાથી લોકો ઉમટી પડયા હતા.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

પરંતુ આ મોનિટરીંગ સેલની ટીમ સાથે ત્રણેક હથીયારી પોલીસ હોવાથી લોકોને પોલીસ લાગતા મામલો થાળે પડયો હતો. આ સેલના પી.આઇ. આર.બી. પ્રજાપતિ અને તેમની ટીમે શખ્સોને ધાનેરા પોલીસ મથકે લાવ્યા હતા.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

કુલ 10 શખ્સો સામે જુગારનો ગુનો દાખલ કર્યો હતો. શખ્સો પાસેથી પોલીસે રૂ.18,080 રોકડ, રૂ.25,500 ના 7 મોબાઇલ અને રૂ. 35,000 વાહન સહીત કુલ રૂ.78,780 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

શખ્સોના નામ
(1) શાહરૂખખાન રહીમભાઇ મેવાતી (રહે.લાધાપુરા વિસ્તાર)
(2) સદ્દામખાન યુસુફખાન મેવાતી (રહે.લાધાપુરા વિસ્તાર)
(3) નસરૂદિન બચુભાઇ બેલીમ (રહે.બેલીમવાસ વિસ્તાર)
(4) દશરથજી બાબુજી ઠાકોર (રહે.ઠાકોરવાસ, લાધાપુરા વિસ્તાર)
(5) છગનભાઇ પુનમાજી રાવણા રાજપૂત (રહે.ધાખા દરવાજા વિસ્તાર)

 

પ્રતીકાત્મક તસ્વીર

 

 

(6) સુરેશભાઇ પ્રભુભાઇ લુહાર (રહે.પારસનગર સોસાયટી)
(7) નાગજીજી સુરતાજી વાઘેલા (રહે.સુથિયા, તા.ડીસા)
(8) લાખાભાઇ કાળાભાઇ ભીલ (રહે.ભીલવાસ, ધાખા)
(9) શાકીરભાઇ હુસેનભાઇ બેલીમ (રહે.લીમડા ચોક બજાર, ધાનેરા) ફરાર
(10) 90549 21273 નો મોબાઇલ ધારક જે ફરાર થઇ ગયો છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!