પાલનપુરમાં જીલ્લા પંચાયતની સભામાં પ્લોટ ફાળવણીમાં કૌભાંડ બહાર આવતાં હરાજી સ્થગિત કરાઇ

- Advertisement -
Share

પાલનપુરના ગઢ, સલેમપુરા અને સાગ્રોસણા ગામોમાં પ્લોટ કૌભાંડ બહાર આવતાં હરાજી સ્થગિત કરાઇ હતી : બનાસકાંઠા જીલ્લા પંચાયતની સાધારણ સભામાં જીલ્લામાં 4 વર્ષથી બંધ પ્લોટ હરાજી કરવાનો નિર્ણય લેવાયો

 

પાલનપુરમાં જીલ્લા પંચાયતની મળેલી સોમવારે સાધારણ સભામાં પ્લોટ ફાળવણીમાં કૌભાંડ થયાનું કહ્યું હતું.

4 વર્ષથી બંધ પ્લોટ હરાજી અંગે વ્યાપક ચર્ચા-વિચારણા કરાયા બાદ ડી.ડી.ઓ.એ પ્લોટ હરાજી પુનઃ શરૂ કરવા મહીનામાં નિર્ણય લેવા અંગે જણાવ્યું હતું.
પાલનપુરના ગઢ, સલેમપુરા અને સાગ્રોસણા ગામોમાં પ્લોટ કૌભાંડ બહાર આવતાં હરાજી સ્થગિત કરાઇ હતી. સભામાં વિપક્ષના સદસ્ય અશ્વિન સક્સેનાએ પૂછેલા 9 પ્રશ્નો જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા નામંજૂર કરી દેવાયા હતા.

 

બનાસકાંઠા જીલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ અને જીલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં મળી હતી. જેમાં કુલ 66 સભ્યો પૈકી ભાજપના 14 સભ્યો ગેરહાજર રહ્યા હતા.

 

જ્યારે કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા. સભાની શરૂઆત થતાં જ જીલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેનાએ અગાઉથી પૂછેલા પ્રશ્નોના સમયસર જવાબો ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી.
અને ફરજ પરના સ્ટાફને સમયસર જવાબ આપવા તાકીદ કરી હતી. સૌથી વધુ ચર્ચા છેલ્લા 4 વર્ષથી બંધ હરાજી બાબતે થઇ હતી.

 

અશ્વિન સક્સેનાએ ડી.ડી.ઓ.ને હરાજી ક્યારે કરવા માંગો છો તેવો પ્રશ્ન પૂછતાં ડી.ડી.ઓ.એ ભૂતકાળમાં પ્લોટ ફાળવણીમાં અનેક ગેરરીતિઓ સરપંચ, તલાટી કે તાલુકા પંચાયતના સ્ટાફ દ્વારા આચરાઇ હોવાનું ભરી સભામાં એકરાર કર્યો હતો.
ક્યાંક ગૌચરમાં પ્લોટ ફાળવી દેવાયા, ક્યાંક સરપંચના મળતીયાઓને સાચવી લેવાયા હતા. જેથી જરૂરીયાતમંદ પરિવારોથી વંચિત રહી ગયા હતા.
પુનઃ હરાજી અને મહીનામાં ફેર વિચારણા કરી નિર્ણય લેવામાં આવનાર હોવાનું ડી.ડી.ઓ. સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું.

 

આ અંગે જીલ્લા પંચાયત પ્રમુખ વારકીબેન પારઘીએ ડી.ડી.ઓ.ને જણાવ્યું હતું કે ‘તમે સોમવાર અને ગુરૂવાર પ્રજાના કામકાજના દિવસોમાં સુનાવણી રાખો છો તે અયોગ્ય છે તેનાથી હેરાનગતિ થાય છે. ડી.ડી.ઓ.એ મંગળવારે સુનાવણી યોજવા નક્કી કર્યું હતું.’

 

પાલનપુર તાલુકાના ગઢ, સલેમપુરા અને સાગ્રોસણા ગામોમાં પ્લોટ કૌભાંડ સામે આવ્યું હતું. વર્ષ-2016-17 માં સ્થાનિક ગ્રામ પંચાયતના સત્તાધીશોએ પોતાના માનીતાઓને સાચવવા કોઇપણ
પ્રકારની જાહેર નોટીસ પ્રકાશિત કર્યા વિના કે જાહેર હરાજીના નિયમોનું પાલન કર્યા વિના બારોબાર હરાજી કરી જરૂરીયાત મંદ લોકોને પ્લોટથી વંચિત રાખ્યા હતા. જે અંગેની ફરિયાદ થતાં જીલ્લા વિકાસ અધિકારીએ પ્લોટ હરાજી રદ કરી હતી.

 

પંચાયત સદસ્ય અશ્વિન સક્સેનાએ વર્ષ-2022 માં જળસંચયની કામગીરી હેઠળ કરેલી કામગીરીની વિગતવાર માહિતી માંગી હતી પરંતુ તે અંગે જાણકારી આપવા માટે સબંધિત શાખા અધિકારી હાજર ન રહેતાં જીલ્લા વિકાસ અધિકારીએ સભામાં તેમની ગેરહાજરી અંગે નોટીસ કાઢવા સબંધિત વિભાગને સુચના આપી હતી.

 

•તા. 1 એપ્રિલથી તા. 31 માર્ચ સુધી આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇ મામેરૂ યોજના, સમૂહલગ્નની સહાય,રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય, માનવ કલ્યાણ યોજના, તમામ યોજનામાં કેટલી અરજી આવી, કેટલી મંજૂર કરી ?

 

• કેટલા આવાસોની મુલાકાત લીધી ?
• વર્ષ-2018-19 થી આજદિન સુધી વડગામ પાલનપુરમાં પ્લોટની હરાજીની કેટલી અરજી આવી કેટલી રદ કરવામાં આવી ?

 

• અપીલ સમિતિમાં કેટલી અરજી આવી ? હાલનું સ્ટેટસ ?
• કુપોષિત બાળકોની વિગતો.
• નાણાપંચ કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા કેટલાં બાકી ?
• વડગામ અને પાલનપુરમાં કેટલાં રસ્તા 2018 થી 22 દરમિયાન બન્યા કેટલા પૂર્ણ થયા કેટલા બાકી ?
• પથિકાશ્રમ એ.સી. કેટલા ? કેટલું બીલ આવે છે ? કોણ વપરાશ કરે છે ?
• આરોગ્ય શાખા બાંધકામ શાખા સમાજ કલ્યાણ શાખા અને આઇ.સી.ડી.એસ. શાખાના મહેકમ અંગેની તમામ વિગતો.
• વર્ષ-2022 માં જળસંચયની કામગીરી આગળ કેટલાં ગામમાં ચેકડેમ કામગીરી કરવામાં આવી કેટલો ખર્ચો થયો ?
• પી.એમ. કિસાન યોજનાની માહિતી પોર્ટલની અરજીઓ અંગેની માહિતી.

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન કરેણે સાધારણ સભામાં જીલ્લા વિકાસ અધિકારીને ઉદેશીને જણાવ્યું હતું કે, ‘અહીંથી જેમની બદલી થાય છે.
એમાંથી કેટલાંકની 2-3 મહીનામાં પછી ત્યાંથી ભલામણમાં બદલી થઇ જાય છે. તમે સરકારના મંત્રીની ભલામણો સ્વીકારી પાછી બદલીઓ કરી દો છો તો પંચાયતના સદસ્યોની ભલામણ પણ સ્વીકારો. અમે પણ જીલ્લાના નેતા જ છીએ.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!