લાખણીના કોટડામાં પંચાયતના સભ્યના પુત્રએ ગૌચરમાં દબાણમાં દુકાનો બનાવતાં ખુલ્લી કરવા કલેક્ટરે હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

 

લાખણી તાલુકાની કોટડા ગ્રામ પંચાયતના સભ્યના પુત્રે ગૌચરમાં પાકી દુકાનો બનાવી દેતાં જીલ્લા કલેક્ટર દ્વારા દબાણકર્તા ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવાનો આદેશ ગ્રામ પંચાયતને કરતાં ગૌચર અને સરકારી જમીનોમાં દબાણ કરનારાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના કોટડા પંચાયતના સદસ્યના પુત્રએ ગામની ગૌચર જમીનમાં દબાણ કર્યું હતું. આ અંગે ગામના દિનેશજી દ્વારા ગામની ગૌચરની જમીનમાં પાકી દુકાનો બનાવી દબાણ કરાઇ રહ્યું હોવાની અરજી કરાતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

 

આથી તપાસ અધિકારી અને નાયબ કલેક્ટર દિયોદર દ્વારા જમીનનું પંચનામું અને નિવેદન લઇ ગ્રામ પંચાયતના સર્વે નં. 6 માં કાનાજી વગતાજીએ બિનઅધિકૃત પાકી દુકાનો બનાવી દબાણ કર્યાનો અહેવાલ ઉચ્ચસ્તરે મોકલવામાં આવ્યો હતો.

 

જેને પગલે જીલ્લા કલેક્ટર દ્વારા દબાણકર્તા સામે જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ-2020 લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પંચાયતના તલાટીને પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જીલ્લા કલેક્ટરના આદેશથી દબાણદારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

 

આ અંગે ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી ખુશીબેન ઉમટીયાએ જણાવ્યું હતું કે ‘ગામની ગૌચર જમીનમાં 3 દુકાનો બનાવવામાં આવી છે. જે સ્વૈચ્છાએ ખુલ્લી કરવા પંચાયત દ્વારા 3 વખત નોટીસ આપવા છતાં પણ દબાણદાર દ્વારા તેને ખુલ્લી કરાવવામાં ન આવતાં તાલુકા પંચાયત દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ગ્રામ પંચાયતને તાકીદ કરાઇ છે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!