લાખણી નાણી ગામની પરિણીતાએ પોતાના પતિ પોલીસ કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ નોધાવી

- Advertisement -
Share

લાખણી તાલુકાના નાણી ગામની પરિણીતા મહિલાને તેના પતિ અને સાસુ-સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા પરિણીતા મહિલાએ તેના પતિ પોલીસ કર્મચારી સહિત તેના સાસુ-સસરા વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

ડીસા તાલુકાના વરનોડા ગામે રહેતા હરિભાઈ રૂપાભાઈ દેસાઈની દીકરી મેનાબેનના લગ્ન 2003 સમાજના રીતરિવાજ મુજબ લાખણી તાલુકાના નાણી ગામ ખાતે રહેતા મફાભાઈ ચેલાભાઈ દેસાઈના દીકરા અમરતભાઈ દેસાઈ તે હાલ દાંતીવાડા પોલીસ મથકે હેડ કોસ્ટેબલમાં ફરજ બજાવે છે તેમની સાથે થયા હતા.

 

મેનાબેનના પતિ અમરતભાઈ અને સસરા મફાભાઈ ચેલાભાઈ દેસાઈ અને સાસુ ઝેબરબેન મફાભાઈ દેસાઈ વારે ઘડીએ મેનાબેનને પતિને ઉશ્કેરાવી વારેઘડીએ મેનાબેનને મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરતાં આખરે મેનાબેન અમૃતભાઈ દેસાઈ આગથળા પોલીસ મથકે તેમના પતિ જે દાંતીવાડા પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે સહીત તેમના સાસુ સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગથળા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!