ડીસાના માલગઢમાં યુવકે પ્રેમ લગ્ન કર્યાંની અદાવતમાં પાલનપુરમાં કારના કાચ તોડી ત્રણ વ્યક્તિઓ પર હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના માલગઢ ગામના યુવકની પત્નીને લોક રક્ષકની પ્રેક્ટીકલ પરીક્ષા હોઇ ત્રણ વ્યક્તિઓ ગાંધીનગર જઇ રહ્યા હતા. તે દરમિયાન પ્રેમ લગ્ન કર્યાંની અદાવતમાં ચાર શખ્સોએ પાલનપુર-અમદાવાદ હાઇવે પર કારના કાચ તોડી હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામમાં રહેતાં સુરેશભાઇ નારણજી પરમાર (માળી) એલ.આઇ.સી. એજન્ટનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના નાના ભાઇ નવિનભાઇએ ગલાલપુરા ગામમાં રહેતાં અશોકભાઇ દાંનાભાઇ પ્રજાપતિની દીકરી ખુશ્બુ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા.

 

 

જ્યારે સુરેશભાઇ સંયુક્ત કુટુંબમાં રહે છે. જો કે, નવિનભાઇની પત્નીને ખુશ્બુબેનને લોક રક્ષક દળની પ્રેક્ટીકલ પરીક્ષા હોઇ ગાંધીનગર જવા સેલેરીયો કાર નં. GJ-08-BF-5813 માં રવાના થયા હતા. તે દરમિયાન માલગઢ હાઇવે ઉપર ઉભેલી એક ક્રેટા કાર ઉભી હતી.

 

 

અને અમારી કારને હાથ કરી ઉભી રખાવતાં ક્રેટા કારમાં સવાર રમણભાઇ હીરાભાઇ પ્રજાપતિ (રહે. ગલાલપુરા, નાની આખોલ), બંસીભાઇ હીરાભાઇ પ્રજાપતિ (રહે. ગલાલપુરા, નાની આખોલ), મુકેશભાઇ દાંનાભાઇ પ્રજાપતિ (રહે. ગલાલપુરા, નાની આખોલ) અને અશોકભાઇ દરગાજી માળી (રહે. મોટી ઢાંણી, માલગઢ) એ કારમાંથી ઉતરી અપશબ્દો બોલવા લાગ્યા હતા.

 

જો કે, તે દરમિયાન મે મારા ભાઇની ગાડી ત્યાંથી રવાના કરી હતી. ત્યારબાદ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ઓવરબ્રિજ નજીક અમારી કારને ઓવરટેક કરી આંતરી ઉભી રખાવી હતી અને ચાર શખ્સોએ હાથમાં લોખંડની પાઇપ વડે હુમલો કરી કારના કાચ ફોડી નાખી ઝપાઝપી કરી હતી.

 

તે દરમિયાન આજુબાજુના લોકો દોડી આવી મારમાંથી છોડાવ્યા હતા. જ્યારે જતાં જતાં શખ્સોએ નવિનભાઇ અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. જો કે, નવિનભાઇની પત્નીને ખુશ્બુબેનની લોક રક્ષક દળની પ્રેક્ટીકલ પરીક્ષા આપવા ગાંધીનગર ન ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!