કપડા પર વધેલા GST ને લઇ ગુજરાતના ટેક્સ ટાઇલ વેપારીઓ બંધ પાળશે

Share

 

અમદાવાદના ટેક્સ ટાઇલ ઉદ્યોગમાં GST માં કરાયેલા વધારાને લઇને કાપડના વેપારીઓએ આકરા પાણીએ છે. ગુજરાતના અનેક ટેક્સ ટાઇલ વેપારીઓ અને આ ધંધાને લગતાં સલગ્ન યુનિયનો GST ના વિરોધમાં બંધ પાળશે.તા. 29 ડિસેમ્બર સાંજે કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરશે.

 

તો તા. 30 ડિસેમ્બરે અમદાવાદની ટેક્સ ટાઇલ બજારો સજ્જડ બંધ રાખી વિરોધનું હથિયાર ઉગામાશે. આ બંધમાં હોલસેલ, ગારમેન્ટ અને રેડીમેડ બજારો જોડાશે. તા. 1 જાન્યુઆરીથી કપડા પર GST 12 ટકાનો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પહેલાં 5 ટકા હતો.

 

કાપડ પર લાગતાં GST માં સરકારે 12 ટકા કરતાં કાપડના વેપારીઓ રોષે ભરાયા હતા. GST માં થયેલા વધારાના કારણે રો મટેરીયલના ભાવ વધશે. જેનાથી કપડાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થશે. તેનાથી હોલસેલ અને રીટેઇલ વેપારીઓ માટે વર્કીંગ કેપિટલ વધારવાની ફરજ પડશે.

 

કાપડ પર લાગતાં GST કરાયેલા વધારાને લઇને સરકારમાં વિવિધ સ્તરે કપડાના વેપારીઓએ રજૂઆત કરી છે. અગાઉ કાપડ ઉપર 5 ટકા GST લાગતો હતો જે વધારીને 12 ટકા કરવામાં આવ્યો હતો.

 

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સુરતના ટેક્સ ટાઇલ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ટેક્સ ટાઇલ વેપારીઓ ગુરૂવારના રોજ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. આ વિરોધમાં વેપારીઓ સાથે કારખાનેદારો પણ જોડાશે.

 

કારખાનેદારો પોતાના કારખાના એક ક્લાક બંધ રાખીને વિરોધ કરશે. સોમવારે સુરતમાં ટેક્સ ટાઇલને લગતાં 85 જેટલા સંગઠનોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિરોધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) સીસ્ટમમાં તા. 1 જાન્યુઆરી-2022 થી મોટા ફેરફારો થવાની તૈયારીમાં છે. તેમાં રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં પૂરી પાડવામાં આવતી પરિવહન અને સેવાઓ પર ઇ-કોમર્સ સર્વિસ ઓપરેટરો પર કર જવાબદારીનો સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત ફૂટવેર અને ટેક્સ ટાઇલ સેક્ટરમાં ડયુટી સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર તા. 1 જાન્યુઆરી-2022 થી અમલમાં આવશે. જેમાં તમામ પ્રકારના ફૂટવેર પર 12 ટકા જી.એસ.ટી. લાગશે. જ્યારે રેડીમેડ ગારમેન્ટસ સહીત તમામ ટેક્સ ટાઇલ પ્રોડક્ટસ (કોટન સિવાય) 12 ટકા જી.એસ.ટી. લાગશે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share