અરે…અરે… : પંચાયતના પરિણામ બાદ લાગ્યા ‘પાકિસ્તાન જીંદાબાદ’ના નારા : જુઓ આ વિડીયો

Share

 

કચ્છના અંજાર તાલુકાના દુધઇ ગામમાં પાકિસ્તાન જીંદાબાદના નારો લગાવતાં વિવાદ સર્જાયો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પરિણામ દરમિયાન જીતની ખુશીમાં કોઇએ ‘પાકિસ્તાન જીંદાબાદ’ના નારો લગાવતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. અંજાર પોલીસ વિડીયો અંગે વધુ ટેકનિકલ તપાસ હાથ ધરવાની શરૂઆત કરી છે.

 

 

કચ્છમાં પંચાયતની ચૂંટણીઓની મત ગણતરી માટે મત પેટીઓ ખૂલી હતી. પંચાયતના મહારથીઓનું ભાવિ આખરે ખૂલ્યુ હતું. મત ગણતરી બાદ કોઇના પક્ષમાં હાર આવી અને કોઇના પક્ષમાં જીત આવી. ત્યારે અંજાર તાલુકાના દુધઇ ગ્રામ પંચાયતમાં ચૂંટણીની વિજેતા રેલી દરમિયાન ‘પાકિસ્તાન જીંદાબાદ’ના નારા લાગ્યા હતા.

 

 

અહીં 4 ગામનો સમન્વય ધરાવતી દુધઇ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ઉમેદવારોની પેનલ વચ્ચે યોજાયો હતો. 4200 ના મતદાન ધરાવતા દુધઇ પટ્ટીના આ મહત્વના ગામમાં મંગળવારે સાંજે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું.

 

 

જેમાં રીનાબેન રાઘુભાઇ કોઠીવારને 1026 મત મળતાં વિજેતા જાહેર થયા હતા. જેના બાદ જીતની ઉજવણી કરતાં તેમના સમર્થકો મતદાન મથકની ભીડ વચ્ચેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમાંથી કોઇએ પાકિસ્તાન જીંદાબાદના નારાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયો છે.

 

વાઇરલ વિડીયો મુદ્દે વિજેતા સરપંચના પતિ રાઘુભાઇ કોઠીવાડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આવી કોઇ વાત હજુ સુધી મારા ધ્યાનમાં આવી નથી. જો કે, હું તપાસ કરી લઉં છું.’

 

આ મામલે દુધઇના પી.એસ.આઇ. ગોહીલ સાથે કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આવો એક વિડીયો અમારી સામે આવ્યો છે. તે વિડીયોમાં ખરેખર કોઇ બોલી રહ્યું છે. એ કોણ બોલ્યું છે તેની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યાં છે. તેના બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’

 

 

 

 

From – Banaskantha Update

 

 

 

 


Share