બનાસકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી માટે તાલુકા પ્રમાણે 14 કેન્દ્રો ફાળવ્યા

Share

 

બનાસકાંઠા જીલ્લામાં 528 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે રવિવારે યોજાઇ છે. જેમાં 1877 સરપંચ ઉમેદવારો અને વોર્ડના 4562 જેટલાં સભ્યોનું ભાવિ મતદાનની 2766 મત પેટીઓમાં સીલ થયું છે.

 

 

આવતીકાલે જીલ્લાના 14 સેન્ટરોમાં 528 ગ્રામ પંચાયતની મત ગણતરી પ્રક્રીયા વહેલી સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાશે. જેને લઇ વહીવટી તંત્રની સજ્જ બન્યું છે.

 

 

પાલનપુર તાલુકાનું માઇનીંગ ડીપાર્ટમેન્ટ સરકારી એન્જીનિયરીંગ કોલેજ-જગાણામાં રાખવામાં આવ્યું છે. વાવ તાલુકાનું પ્રથમ માળ મોડેલ સ્કૂલ-વાવમાં રાખવામાં આવ્યું છે.

 

 

 

દાંતા તાલુકાનું સર ભવાનીસિંહ વિદ્યાલય-દાંતામાં રાખવામાં આવ્યું છે. ધાનેરા તાલુકાનું કે. આર. આંજણા કોલેજ-ધાનેરા-થરાદ હાઇવે પર રાખવામાં આવ્યું છે.

 

 

ભાભર તાલુકાનું સરકારી મોડેલ સ્કૂલ પ્રથમ માળ-ભાભરમાં રાખવામાં આવ્યું છે. કાંકરેજ તાલુકાનું મોડેલ સ્કૂલ પ્રથમ માળ-રતનપુરા-શિહોરીમાં રાખવામાં આવ્યું છે. દિયોદર તાલુકાનું મોડેલ સ્કૂલ પ્રથમ માળ-મામલતદાર કચેરી સામે-દિયોદરમાં રાખવામાં આવ્યું છે.

 

 

લાખણી તાલુકાનું તાલુકા સેવા સદન-ભોય તળીયે-લાખણીમાં રાખવામાં આવ્યું છે. વડગામ તાલુકાનું વિ.જે. પટેલ હાઇસ્કૂલ-વડગામમાં રાખવામાં આવ્યું છે. દાંતીવાડા તાલુકાનું પ્રથમ માળ થિયરી હોલ, ઓડીયો વિઝયુલ રૂમ ઔધોગિક તાલીમ સંસ્થા-દાંતીવાડામાં રાખવામાં આવ્યું છે.

 

 

સૂઇગામ તાલુકાનું તાલુકા સેવા સદન-ભોય તળીયે મામલતદાર કચેરી-સૂઇગામમાં રાખવામાં આવ્યું છે. થરાદ તાલુકાનું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-મીઠા રોડમાં રાખવામાં આવ્યું છે.

 

 

ડીસા તાલુકાનું ડી.એન.પી. ગર્લ્સ હાઇસ્કૂલ-ડીસામાં રાખવામાં આવ્યું છે અને અમીરગઢ તાલુકાનું અમીરગઢ તાલુકા પ્રાથમિક કેન્દ્ર-શાળામાં રાખવામાં આવ્યું છે. મત ગણતરી લઇ જીલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઇ ગયું છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share