ડીસાના નવા બસ સ્ટેશનમાં બસ અનિયમિત આવતાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો

Share

 

ડીસાના નવા બસ સ્ટેશનમાં હંમેશા કોઇના કોઇ વિવાદમાં રહે છે. જેમાં ખાસ કરીને એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતાં કર્મચારીઓની મનમાની સામે મુસાફરોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે. ત્યારે જેનાલ અને કમોડી બસ રોજબરોજ અનિયમિત આવતાં શુક્રવારે સાંજે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો.

 

 

ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી. ડેપોમાં રજૂઆત કરતાં ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉડાઉ જવાબ આપી જે થાય તે કરી લેવાનું જણાવતાં જેનાલ અને કમોડી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. જેના પગલે એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

 

 

જ્યારે ડીસા ઉત્તર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીઓને સમજાવતાં મામલો થાળે પડયો હતો અને એસ.ટી. ડેપો દ્વારા વિદ્યાર્થીઓની માંગ પુરી કરી તાત્કાલીક અસરથી જેનાલ, કમોડી અને કુડા બસ મૂકતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પ્રસરી છે. પરંતુ વારંવાર ડીસા એસ.ટી. ડેપોમાં વાદ વિવાદ બહાર આવી રહ્યો છે.

 

 

ત્યારે મુસાફરને કર્મચારીઓ દ્વારા શાંતિથી વાત સાંભળી સમસ્યાઓને વાચા આપે તો આવી પરિસ્થિતિનું નિર્માણ થતું અટકાવી શકાય તેમ છે. ડીસાના એસ.ટી. ડેપો મેનેજર દ્વારા ડેપોમાં ફરજ બજાવતાં કર્મચારીઓને શાંતિનો પાઠ ભણાવે તે જરૂરી બની ગયું છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share