દિયોદરના મોજરૂમાં ચેહર અને સિકોતર માતાજીના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરાઇ

Share

 

દિયોદર તાલુકાના મોજરૂ ગામમાં શ્રી ચેહર અને શ્રી સિકોતર માતાજીના ફોટા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અને રમેલ તેમજ નવચંડી મહાયજ્ઞ પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરાઇ હતી. બે દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં જનમેદની ઉમટી પડી હતી.

 

 

દિયોદર તાલુકાના મોજરૂ ગામમાં રહેતાં વિક્રમભાઇ રણછોડભાઇ રબારી (ભુવાજી) પરિવાર દ્વારા બે દિવસીય શ્રી ચેહર માતાજી, શ્રી સિકોતર માતાજી, શ્રી જોધ માતાજી, શ્રી ઘાવડી માતાજી, શ્રી સધી માતાજી અને શ્રી ગોગા મહારાજના ફોટા સાથે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી મહાયજ્ઞ તેમજ રમેલનું આયોજન કરાયું હતું.

 

 

જેમાં પ્રથમ દિવસે મહાયજ્ઞ, મહાપ્રસાદ, ફોટા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અને શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં કલાકાર તરીકે છોટા ગમન (મેરવાડા) એ રમઝટ જમાવી હતી. જયારે રાત્રે માતાજીની રમેલ અને વહેલી સવારે તેલફૂલ ચઢાવવાની વિધી કરાઇ હતી. પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શોભાયાત્રામાં માનવ મેદની ઉમટી પડી હતી. જ્યારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરાઇ હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share