લાખણીમાં કમોસમી વરસાદથી દાડમના પાકને નુકશાન થતાં ખેડૂતો પાયમાલ

Share

 

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી કમોસમી માવઠું સમગ્ર બનાસકાંઠા જીલ્લાને ઘમરોળી રહ્યું છે. જેમાં દાડમના પાકને લઇ વિખ્યાત લાખણી તાલુકામાં પણ સતત વરસાદના કારણે દાડમના પાકને વ્યાપક નુકશાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. લાખણી તાલુકો દાડમની ખેતીનું હબ ગણાય છે પરંતુ છેલ્લા ચારેક વર્ષથી તાલુકામાં નહીવત વરસાદ વચ્ચે દાડમના પાકમાં વિવિધ રોગના આક્રમણ વચ્ચે ભાવો પણ ન મળતાં ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે.

[google_ad]

 

 

તેમ છતાં કેટલાંય ખેડૂતો પરંપરાગત દાડમની ખેતી કરી રહ્યા છે પરંતુ જીલ્લામાં આ વર્ષે સૌથી ઓછા વરસાદ વચ્ચે હાલમાં બે દિવસથી ચોમાસામાં પણ ન થયો હોય તેવો કમોસમી વરસાદ પડયો છે. જેથી દાડમના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું છે. ત્યારે કમોસમી વરસાદ ખેડૂતો માટે ‘પડતાં ઉપર પાટુ’ પુરવાર થયો છે. જેથી અસરગ્રસ્ત ખેડૂતોને તંત્ર દ્વારા સત્વરે સહાય ચૂકવવાની માંગ ઉઠી છે.

[google_ad]

 

 

 

 

 

 

ડીસા સહીત સમગ્ર જીલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા તા. 17 થી 21 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતાં ડીસા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. સતત વરસાદને લઇ ઘઉં અને બટાટાના વાવણીને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

[google_ad]

 

 

 

 

 

 

જ્યારે બીજી તરફ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કોરોના જેવી ગંભીર બીમારીએ પણ માથું ઉંચક્યું છે. ત્યારે ગરીબો માટે આ આફતનો વરસાદ સાબિત થઇ રહ્યો છે. જેમાં હવાઇ પિલ્લર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતાં મેદાનમાં ઝૂંપડા બાંધી રહેતાં ગરીબ પરિવારના ઘરોમાં વરસાદી પાણી ભરાઇ જતાં ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share