પૂરપાટ ઝડપે આવતી ટ્રક નીચે રીક્ષા ચગદાઇ જતાં દંપતીનું મોત : પુત્ર ગંભીર

Share

ગાંધીનગરનાં રાંધેજા રેલ્વે ફાટક નજીક ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે ટ્રક હંકારતા આગળ જતી રીક્ષાને ટક્કર વાગી હતી. જેનાં કારણે રીક્ષા થોડેક આગળ જઈને નજીકના પુલ નીચે ઉતરી ગઈ હતી. એજ સમયે પાછળથી ટ્રક પણ ધસી આવતાં ટ્રક નીચે રીક્ષા ચગદાઈ જવાથી પતિ કાંતિભાઈઅને તેમના પત્ની રમીલાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના 19 વર્ષના પુત્ર જીમીની હાલત ગંભીર છે. તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પુત્રની દોડની પરીક્ષા હોવાથી માતા-પિતા અને પુત્ર ગાંધીનગર આવી રહ્યા હતા.

[google_ad]

 

આ અંગે મળતી માહીતી પ્રમાણે, મહેસાણા જીલ્લાના કડી તાલુકાના જગુદણ ગામમાં રહેતાં કાંતિભાઈ સોલંકી કૃષિ યૂનિવર્સિટીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતાં હતા. જેમના પરિવારમાં પત્ની રમીલાબેન અને બે દીકરા જીમી અને સ્મિત છે. 19 વર્ષનો જીમી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હોવાથી તેને દોડની પરીક્ષા હતી. જે માટે તેઓ સંબંધી નરેશભાઇની રીક્ષામાં ગાંધીનગર જઇ રહ્યા હતા.

[google_ad]

advt

 

પરીક્ષા હોવાથી તેઓ ગાંધીનગરમાં એક સંબંધીનાં ઘરે રોકાવાના હતા. આ દરમિયાન રાંધેજા રેલ્વે ફાટક નજીક ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે રીક્ષા થોડેક આગળ જઈને પુલ નીચે ઉતરી ગઈ હતી. આ દરમિયાન ટ્રક પણ પાછળથી આવી હતી અને રીક્ષા પર ખાબકી હતી. જેનાં કારણે આખી ચગદાઈ ગઇ હતી.

[google_ad]

 

આ ગોઝારા અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે પુત્ર જીમીની હાલત ઘણી જ ગંભીર હતી. જેથી જીમીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જે બાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. હાલ પેથાપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share