થરાદના સાબામાં તૂટેલી કેનાલ રીપેર કરવા આવનારા અધિકારીઓને ખેડૂતોએ દોડાવ્યા

Share

 

થરાદના સાબામાં તૂટેલી કેનાલ રીપેર કરવા અધિકારીઓ અને ખેડૂતો આમને-સામને આવી ગયા હતા અને કેનાલ રીપેર કામગીરી અધુરી થવાની જણાતાં અધિકારીઓને ખેડૂતોએ પાછા ખદેડયા હતા. થરાદના સાબા માયનોર કેનાલમાં પાણી વહ્યા વગર એક વર્ષથી 10 થી વધારે જગ્યાએ તૂટી હતી.

[google_ad]

 

 

જેના અખબારી અહેવાલ બાદ ગુરૂવારે સવારે નર્મદા વિભાગના એક્જ્યુકિટીવ એન્જીનીયર અજય પટેલ ટીમ સાથે આવી માત્ર એક સ્થળે જ કેનાલ રીપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. આથી ખેડૂતોએ તમામ જગ્યાએ તૂટેલી કેનાલ રીપેર કરી આપવાની માંગણી સાથે રોષ વ્યક્ત કરતાં આડા હાથે લઇ જો કરી આપો તો બધુ કામ 15 દિવસમાં જ કરવાની જીદ પકડી હતી. જે તંત્રએ સંભવ ન હોવાનું જણાવતાં ખેડૂતોએ અધિકારીઓને પાછા ખદેડયા હતા.

[google_ad]

 

 

 

 

 

આ અંગે ગડસીસર બ્રાંચના એક્જ્યુકિટીવ એન્જીનીયર અજય પટેલે જણાવ્યું હતું કે, ‘સાબામાં કેનાલ રીપેરીંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. બાકીની કામગીરી પણ ખેડૂતોની માંગણી પ્રમાણે કરી દઇશું.’

[google_ad]

 

 

 

 

 

આ અંગે જગશીભાઇ અને નથાભાઇ ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘કોઇ જ કામગીરી શરૂ કરવામાં આવી નથી. એટલું જ નહી સવારે ગયા બાદ કોઇ સ્થળ પર પણ પાછા આવ્યા નથી.’

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share