બનાસ નદીમાં અચાનક પાણી આવતા દંપતી પાણીમાં ફસાયું, 6 કલાક સુધી વૃક્ષના સહારે બેસી રહ્યાં

Share

રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે આબુરોડ વિસ્તારમાં બનાસ નદી બે કાંઠે વહેવા લાગી હતી. આજે બુધવારે વહેલી સવારે નદીમાં અચાનક પાણી આવી જતાં આબુરોડ નજીક નદીમાં એક દંપતી ફસાઇ ગયું હતું, જેથી પ્રશાસનની ટીમે સ્થાનિક લોકોની મદદથી હોડી દ્વારા સતત ચાર કલાકની જહેમત બાદ વૃદ્ધ દંપતીનું રેસ્કયૂ કરી સહી-સલામત બહાર કાઢ્યાં હતાં.

[google_ad]

ઘટનાથી જાણ થતાં જ અધિકારીઓ દોડી આવ્યા હતા. રાજસ્થાનના ઉપરવાસમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે આજે બુધવારે વહેલી સવારે અચાનક નદીમાં વધુ પાણી આવી જતાં એક વૃદ્ધ દંપતી ફસાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

[google_ad]

પાણીનો પ્રવાહ વધતાં આ વૃદ્ધ દંપતીએ કલાકો સુધી ઝાડના સહારે બચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હોડી, દોરડા સહિતની ચીજવસ્તુઓ વડે સતત ચાર કલાક સુધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આ વૃદ્ધ દંપતીને સહી-સલામત બહાર કાઢી બચાવ્યાં હતાં.

[google_ad]

આ વખતે બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ નહિવત જેટલો થયો હતો અને સતત એક મહિના સુધી રાહ જોવડાવ્યા બાદ મોડે મોડે છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ થયો હતો, જેને કારણે બનાસકાંઠા જીલ્લાના ત્રણેત્રણ ડેમ હજુ સુધી કોરા છે અને પાણીનાં તળ પણ 1 હજાર ફૂટથી પણ વધુ ઊંડાં ઊતરવાં લાગ્યાં છે, ત્યારે છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં સતત વરસાદને કારણે હવે બનાસ નદીમાં નવા નીર આવતાં ખેડૂતોને પાણીનાં તળ ઊંચાં આવવાની આશા બંધાઈ છે.

[google_ad]

રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત સારો વરસાદ થયો હતો. એને કારણે બનાસકાંઠા જીલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. રાજસ્થાનમાં તો બનાસ નદી બે કાંઠે વહી રહી છે. બનાસકાંઠામાં અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નીર આવતાં હવે જીલ્લામાં ઊંડાં ઊતરી રહેલાં પાણીનાં તળ ઊંચાં આવશે એવી ખેડૂતોને આશા બંધાઈ છે.

[google_ad]

જોકે, હજુ સુધી બનાસકાંઠાના ત્રણેયમાંથી એક પણ ડેમમાં નવું પાણી આવ્યું નથી, ત્યારે રાજસ્થાનમાં સતત સારો વરસાદ થાય અને બનાસકાંઠા જીલ્લાનાં ત્રણ જળાશયો પાણીથી છલકાઈ જાય એવી ખેડૂતો વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share