હંસલ મહેતા હિંદી સિનેમા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી શિલ્પા શેટ્ટીના બચાવમાં ઉતર્યા

Share

મનોરંજન ઇન્ડસ્ટ્રીના મોટા ભાગના સંબંધો સ્વાર્થ પરટકેલા છે. આવું શિલ્પા શેટ્ટી સાથે પણ થયું છે. શિલ્પા છેલ્લા 30 વર્ષથી હિંદી સિનેમા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. પરંતુ તેના પતિ રાજ કુન્દ્રાની પોર્નફિલ્મોના કારણે ધરપકડ થતા તેનાથી તેના બોલીવૂડના મિત્રો દૂર થઇ ગયા છે. જોકે આ બધા વચ્ચે હંસલ મહેતા શિલ્પાનો બચાવમાં ઊતર્યા છે. તેણે શિલ્પાના વિવાદમાં બોલીવૂડ સેલેબસની ચૂપકીદી પર પ્રશ્રો ઉઠાવ્યા છે.

[google_ad]

હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ચૂપકીદી એક પેટર્ન છે. સારા સમયમાં બધા સાથે મળીને પાર્ટી કરતા હોય છે, પરંતુ ખરાબ સમયમાં આ જ લોકો દૂર થઇ જતા હોય છે. એક આઇસોલેશન જોવા મળતું હોય છે. જો કોઇ ફિલ્મ પર્સનાલિટી પર સંગીન આરોપ લાગે છે ત્યારે તેમના પર આરોપ મુકાવા લાગે છે,તેમજ તેમની પ્રાઇવસીનો ભંગ થવા લાગે છે. આરોપ લાગનારના ચરિત્ર પર સુદ્ધાં આંગળીઓ ઉઠવા લાગે છે. મારું કહેવું એટલું જ છે કે, શિલ્પાને સપોર્ટ ન આપી શકો તો તેને એકલી છોડી દો, કાયદાને તેનું કામ કરવા દો અને તેમને તેમની ગરિમા અને પ્રાઇવસી આપો.

[google_ad]

Advt

 

શિલ્પાની નજીકની સૂત્રે જણાવ્યું હતું કે, શિલ્પા સાથે બોલીવૂડની ટોચની કોઇ પણ વ્યક્તિ ઊભી નથી. હાલ શિલ્પા સાવ એકલી પડી ગઇ છે.

From – Banaskantha Update


Share