અમેરિકન ડ્રેસલે 100મી. બટરફ્લાયની ફાઈનલમાં પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડી ગોલ્ડ જીત્યો

- Advertisement -
Share

અમેરિકન સ્વિમર કેલેબ ડ્રેસલે 100 મીટર બટરફ્લાયમાં 49.45 સેકન્ડના સમય સાથે પોતાના જ વર્લ્ડ રેકોર્ડમાં 0.05 સેકન્ડનો સુધારો કરતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જ્યારે હંગેરીના ક્રિસ્ટોફ મલિકને 49.68 સેકન્ડના સમય સાથે સિલ્વર મળ્યો હતો.

[google_ad]

જ્યારે સ્વિત્ઝર્લેન્ડના નોઈ પોન્ટીને 50.74 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ડ્રેસલે આ સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે અગાઉ 100 મીટર ફ્રિસ્ટાઈલમાં અને 4 બાય 100 મીટર ફ્રિસ્ટાઈલમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે ઓવરઓલ તેનો આ ઓલિમ્પિકમાં પાંચમો ગોલ્ડ મેડલ હતો. નોંધપાત્ર છે કે, 2016ના રિયો ઓલિમ્પિકમાં તે 4 બાય 100 મીટરની ફ્રિસ્ટાઈલ અને મેડલ રિલેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

[google_ad]

 

ડ્રેસલે ટોક્યોમાં આજે માત્ર 80 મિનિટથી ઓછા સમયમાં જ ત્રણ મહત્વની રેસમાં ભાગ લેતા શાનદાર દેખાવ કર્યો હતો. સ્થાનિક સમય પ્રમાણે તે સવારે 10.33 વાગ્યે 100 મીટર બટરફ્લાયની ફાઈનલમાં ઉતર્યો હતો. જેમાં તેણે પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ જીત્યો હતો.

[google_ad]

 

જે પછી 11.19 મિનિટે તેણે 50 મીટર ફ્રિસ્ટાઈલની સેમિ ફાઈનલમાં સૌથી ઝડપી સમય આપતાં ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે ઓલિમ્પિક રેકોર્ડ કરતાં માત્ર 0.12 સેકન્ડ જ દૂર રહ્યો હતો. જે પછી 11.47થી શરૃ થયેલી મિક્સ રિલેમાં તેણે અમેરિકન ટીમમાં એન્કર લેગ સ્વિમિંગ કર્યું હતુ. જેમાં તેની ટીમ પાંચમા ક્રમે રહી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!