અમીરગઢના એક ગામમાં મહિલાઓ 2 કિ.મી ચાલીને પાણી ભરવા જવા મજબૂર

- Advertisement -
Share

અમીરગઢના ખુણીયા ગામના લોકો પાણીના માટે વલખા મારી રહ્યા છે. ગામમાં બનેલા સંપ અને પાણીની ટાંકી માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. જેને લઇ સ્થાનિક લોકોમાં આક્રોશ છે. અમીરગઢના ખુણીયા ગામે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે પાણીનો સંપ તેમજ પાણીની ટાંકી બનાવી હતી. 10 વર્ષ જેટલા લાંબા સમય બાદ પણ આ પાણીની ટાંકી અને સંપમાં એક ટીપું પણ પાણીનું આવ્યું નથી.

[google_ad]

 

આ વિસ્તારની મહિલાઓ 2 કિલોમીટર સુધી ચાલી પાણી ભરવા મજબૂર છે. જેને લઇને સ્થાનિક લોકોમાં આક્રોશ છે. સ્થાનિક લોકોને કહેવું છે કે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચે પાણીની ટાંકી અને સંપ બનાવ્યા પણ કોન્ટ્રાક્ટર અને અધિકારી કામ કરી ગયા બાદ આજદિન સુધી આ પાણીની ટાંકી કે સંપમાં પાણી આવ્યું જ નથી. વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી. આ વિસ્તારમાં હેન્ડપંપ પર મહિલાઓ પાણી ખેંચી ચલાવે છે. પરંતુ હેન્ડપંપમાં પણ હવે પાણી આવતું નથી. જેથી પીવાના પાણી માટે મુશ્કેલી સર્જાય છે.

[google_ad]

ગોવાભાઈ રબારી ‘જે પાણી માટે આ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા તેના થકી પાણી મળ્યું નહીં. સરપંચને રજૂઆતો કરી થાક્યા છે પરંતુ પરિણામ મળતું નથી. ગામમાં લોકો એક જ સવાલ કરે છે પાણી ક્યાં છે : સરપંચ અણદાભાઈ વાસીયાએ જણાવ્યુ હતુ કે ‘ગામમાં પાણીનો પોકાર છે, લોકો ગામમાં એકજ સવાલ કરે છે પાણી માટે આગળ સુધી રજુઆત કરેલ છે પરંતુ આજસુધી પાણીનું એકપણ ટીંપુ મળ્યું નથી.’

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!