નિહાળો અંબાજીના ત્રિશુલીયા ઘાટના નવીનીકરણની પહેલી ડ્રોન તસ્વીર

- Advertisement -
Share

ફોરલેન પ્રોજેક્ટ માટે પહાડને બ્લાસ્ટ કરીને તોડવો પડ્યો : સમગ્ર કામગીરી પૂર્ણ થતાં અઢીથી 3 વર્ષ વિતી ગયા.

જગત જનની માં અંબાના ધામ અંબાજી જતા દાંતાથી 4 કિલોમીટર આગળથી પહાડી વિસ્તાર શરૂ થાય છે જેને ત્રિશુલીયો ઘાટ કહેવાય છે. જ્યાં પદયાત્રીકોની અત્યંત કઠિન પરીક્ષા થતી હોય છે. 20થી વધુ નાનામોટા ઢાળ ધરાવતા ત્રિશૂળિયા ઘાટમાં સૌથી કઠિન ઢાળ હનુમાન મંદિર પાસે યુ આકારમાં હતો.

[google_ad]

Advt

જ્યાં વારંવાર અકસ્માત સર્જાતા હતા પાછલા દસ વર્ષમાં અનેક વાહનો ખીણમાં ખાબકી ગયા હતા, દાંતા અંબાજી ફોરલેન કામગીરીમાં અકસ્માત ઝોન ઘાટીને તોડતા કામ કરનાર એજન્સીને 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અનેક વાર વાયબ્રેટર મશીન તૂટ્યા હતા. અનેકવાર બ્લાસ્ટ કરી પહાડ તોડવા પડ્યા હતા.

[google_ad]

ઘટાદાર જંગલની વનરાજીને મુસાફરો નિહાળી શકે તે માટે અહીં હવે 2 વ્યુ પોઇન્ટ બનાવવામાં પણ આવ્યા છે. પહેલી ડ્રોન તસ્વીર કામ શરૂ થયા પહેલાના ભાદરવી પૂનમના મેળામાં દરમિયાનની છે જ્યારે બીજી તસ્વીર બુધવાર સાંજની વરસાદી માહોલ દરમિયાનની છે. જેમાં ત્રિશૂળ આકારનો ઘાટ હવે ધનુષ્ય આકારનો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

[google_ad]

નવો બન્યા બાદનો ઘાટ

દાંતા-અંબાજી વચ્ચેના અકસ્માત ઝોન ઘાટનો ભયજનક વળાંક પહાડ તોડીને હળવો કરાયો. ઘટાદાર જંગલની વનરાજીને મુસાફરો નિહાળી શકે તે માટે અહીં હવે 2 વ્યુ પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!