પાલનપુરના જસપુરીયા રેલ્વે અંદર બ્રિજના નાળામાં વરસાદી પાણી ભરાતાં લોકોમાં રોષ ભભૂક્યો

- Advertisement -
Share

પાલનપુરના જસપુરીયા રેલ્વે અંદર બ્રિજના નાળામાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં વરસાદી પાણી ભરાતાં લોકો અને વાહનચાલકોને સાત કિલોમીટર ફરીને જવું પડે તેવી નોબત આવી છે. જેમાં ખાસ કરીને હાઇવે પર ઇમરજન્સી સેવાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

[google_ad]

 

પાલનપુરના જસપુરીયા રેલ્વે અંદર બ્રિજના નાળામાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાતાં લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. જેમાં નાળામાં વરસાદી પાણી ભરાઇ રહેતાં લોકો અને વાહનચાલકોને સાત કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. જ્યારે ઇમરજન્સી સેવાઓને ભારે હાલાકી પડી રહી છે. જ્યારે રેલ્વે અંદર બ્રિજ નાળુ લોકો માટે માથાના દુઃખાવો સમાન બન્યું છે. હાઇવે પર નાળુ હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ચોમાસા દરમિયાન જસપુરીયા રેલ્વે અંદર બ્રિજના નાળામાં વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

[google_ad]

Advt

 

આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, ‘આ નાળામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગે નગરપાલિકા અને હાઇવે ઓથોરીટીમાં વારંવાર રજૂઆત કરાઇ હોવા છતાં પણ આ સમસ્યાનો કોઇ જ ઉકેલ આવ્યો નથી. હવે સમસ્યાનો ઉકેલ લાવવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની નોબત પડશે.’

[google_ad]

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!