ગુજરાતના મોરબી માટે રવિવારનો દિવસ ખુબ જ ગોઝારો બની ગયો. અંગ્રેજકાળથી બનેલો ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. જેમાં હાલ સુધી મળી રહેલ માહિતી મુજબ 30થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્મ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે.
બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે.
દૂર્ઘટનાનો ભોગ બનનાર 99 મૃતકોની યાદી:
1. સુજલ હરેશભાઈ ચાવડા
2. હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
3. ઇલાબેન મહેશભાઈ છત્રોલા
4. આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
5. કિરણબા પ્રતાપસિંહ જાડેજા – શનાળા
6. ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ – શનાળા
7. જેનવીબેન હરેશભાઈ અમૃતિયા – ખાનપર
8. ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
9. નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
10. નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
11. હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
12. મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
13. અનિસાબેન આરીફશા સાહમદાર
14. આફ્રીદશા આરીફશા સાહમદાર
15. ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
16. મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
18. રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
19. શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
20. ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
22. સુહાન ઓસમાણભાઈ વીસીપરા
23. આવેશ ઓસમાણભાઈ વીસીપરા
24. માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
26. ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
27. યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
28. માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી- મોરબી
29. સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી
31. જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
33. જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
34. ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
35. ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
36. હુસેન દાઉદભાઈ- રાપર
37. એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
38. ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
39. સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
40. પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
41. ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
42. પરમાર સંગીતાબેન ભુપતભાઈ
43. ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
44. મનસુખભાઈ છત્રોલા
45. નૈતિક મહેશભાઈ સોઢીયા
46. ભૂમિકાબેન રાયધનભાઈ
47. કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ
48. શાબાન આસિફ મકવાણા
49. મુમતાઝ હબીબ મકવાણા
50. પાયલ દિનેશભાઇ
51. નફસાના મહેબૂબભાઈ
52. એકતા ચિરાગભાઈ જીવાણી
53. પૂજાબેન ખીમજીભાઈ
54. ભાવનાબેન અશોકભાઈ
55. મિતલબેન ભાવેશભાઈ ભીંડી
56. સોનલ પ્રશાંતભાઈ મકવાણા
57. જગદીશભાઈ રાઠોડ
58. કપિલભાઈ રાણા
59. મેરુભાઈ ટીડાભાઈ
60. સંદીપભાઈ રાજેશભાઇ
61. ભુપતભાઇ છગનભાઇ પરમાર
62. આરવ ભાર્ગવભાઈ દેત્રોજા
63. ઉષાલા ભૂપતસિંહ ઝાલા -કોંઢ
64. મિતુલ મોહનભાઇ દંડીયા રહે – ગૂંદાસરા
65. રવિ રમણિકભાઈ પરમાર
66. શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા – શનાળા
67. ધવલભાઈ જયેશભાઈ દોશી
68. અરુણભાઈ મનુભાઈ વાઘેલા
69. ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા
70. રાજ દિનેશભાઇ દરિયા
71. મહેશ વશરામભાઈ મકવાણા
72. અશોક જેસિંગભાઈ ચાવડા
73. ખલીફા અમિત રફીકભાઈ
74. હંસાબેન રૂપેશભાઈ ડાભી
75. મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા
76.અલ્ફાઝખાન પઠાણ
77. ભરતભાઇ ચોકસી
78. પ્રશાંતભાઈ મકવાણા
79. વસીમભાઈ અલીભાઈ સુમરા
80. હબીબુદ શેખ
81. ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા
82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા
83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા
84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર
પૃથ્વી મનોજભાઈ 86.ભવિકભાઈ દેત્રોજા
87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા
88. નસીમબેન બાપુશા ફકીર
89. નફીષાબેન મહેબૂબભાઈ
90. તુષાર રૂપેશભાઈ ડાભી
91. પ્રવિણસિંહ રઘુભા ઝાલા
92. કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી
93. શાહનવાઝ બાપુશા -જામનગર
94. ઓસમાણભાઈ તારભાઈ સુમરા – મોરબી
95. વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ
96 ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી- દરબારગઢ, મોરબી
97 નિસર્ગ ભાવેશભાઈ ભીંડી – માણેકવાડા
98.નિષાબેન સતીષભાઈ દેસાઈ -આલાપ રોડ, મોરબી
99. મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા- રાજકોટ
મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.
તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.
મોરબી દુર્ઘટના અંગે PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ કેવડિયાનો કાર્યક્રમ પડતો મૂકીને ગાંધીનગર પહોચ્યા છે. જ્યાંથી મોરબી જવા રવાના થયા છે. તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ મોરબી જવા રવાના.
PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
PMO દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, મોરબીની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.
દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોરબી દુર્ઘટના પર ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતથી ખુબજ દુઃખદ સમાચાર મળી રહ્યા છે. મોરબીમાં બ્રિજ તૂટવાથી કેટલાક લોકોના નદીમાં પડવાના સમાચાર છે. ભગવાનને તેમના જીવ અને સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.
ઝૂલતા પુલ વિશે વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.
From – Banaskantha Update