પાલનપુર માર્કેટયાર્ડમાં ભરતી કૌભાંડ મુદ્દે હાઈકોર્ટે હુકમ કર્યો : તપાસ કરવાનું જણાવવા છતાં તપાસ કરાઇ નથી

- Advertisement -
Share

પાલનપુર માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા મળતિયાઓને નોકરીએ રખાયા હતા જેને લઇ અગાઉ હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે પીટીશનનો નિકાલ કર્યો હતો અને હોદ્દેદારોએ આચરેલા ભ્રષ્ટાચાર અંગે કલમ 44 હેઠળ તપાસ કરવા જણાવ્યું હતું. અરજદારે જણાવ્યું હતું કે કલમ 44 હેઠળ તપાસ કરાય તો માર્કેટયાર્ડના સત્તાધીશો સામે ગુન્હો નોંધાઇ શકે તેવી શકયતા છે.

[google_ad]

 

પાલનપુર તાલુકાના ખોડલા ગામના પરાગભાઈ જુડાલ સહિતના અરજદારોએ પાલનપુર માર્કેટયાર્ડના શાસકો વિરુદ્ધ ગત વર્ષે ગુજરાત તકેદારી આયોગમાં સગા વાલાઓને ભરતી કરી કૌભાંડ આચરવા બાબત, હરાજી પ્લેટફોર્મ માટે મંજૂર થયેલી 50 લાખની સહાયમાં ચૂકવાયેલ પેમેન્ટ ની તપાસ બાબત, માર્કેટ સમિતિના સંચાલકો દ્વારા વધુ પડતા ખોટા ખર્ચા કરી પરચુરણ ખર્ચ વધુ કરવા બાબત, ભ્રષ્ટાચાર નિયામકની મંજૂરી મેળવ્યા સિવાય અભ્યાસ પ્રવાસ પાછળ લાખોનો ખર્ચ સહિતના જુદા જુદા 30 મુદ્દાઓને આવરી લઈ હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. જે બાદ હાઈકોર્ટે જાન્યુઆરી મહિનામાં પીટીશનનો જેતે વિભાગને તપાસ કરવાનું જણાવી કેસનો નિકાલ કર્યો હતો. જેને લઇ પરાગભાઈ સહિતના અરજદારોએ ગાંધીનગર માર્કેટયાર્ડ નિયામકને લેખિત અરજી કરી કલમ 44 તપાસ કરવાની હાઇકોર્ટની હુકમનું પાલન કરવા માંગ કરતો લેખિત પત્ર પાઠવ્યો હતો.

[google_ad]

Advt

આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે “હાઈકોર્ટનું સંબંધિત વિભાગને સ્પષ્ટ તપાસ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો છ મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં તપાસ અધિકારી દ્વારા તપાસ આગળ વધી નથી. જેથી અમારે હવે નાછૂટકે ફરીથી હાઇકોર્ટમાં જવાની જરૂર પડશે.જો માર્કેટયાર્ડના સંચાલકો વિરુદ્ધ કલમ 44 હેઠળ તપાસ થાય તો તેમની સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે તેમ છે.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!