કાંકરેજના થરા નજીક નેશનલ હાઇવે પર ટ્રકના ચાલકે ગાયને બચાવવા જતાં ટ્રક ડીવાઇડર પર ચઢી ગઇ : મોટી દુર્ઘટના ટળી

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના થરા નજીક પોલીસ સ્ટેશનની સામે નેશનલ હાઇવે પર બુધવારે અચાનક ગાય આવી જતાં ગાયને બચાવવા જતાં સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક ડીવાઇડર તોડી લાઇટના થાંભલા સાથે અથડાઇ હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ બનાવની જાણ યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને જાણ કરતાં ઘટનાસ્થળે કર્મચારીઓની ટીમ દોડી આવી વીજ પુરવઠો બંધ કરી કામગીરી હાથ ધરી હતી.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકાના થરા નજીક પોલીસ સ્ટેશનની સામે નેશનલ હાઇવે પર બુધવારે અચાનક ગાય આવતાં ટ્રકના ચાલક ગાયને બચાવવા જતાં સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક ડીવાઇડર તોડી લાઇટના થાંભલા સાથે અથડાઇ હતી.

[google_ad]

 

 

જોકે, સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા. આ બનાવની જાણ યુ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને જાણ કરતાં કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી વીજ પુરવઠો બંધ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફીકજામને ખુલ્લો કરાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!