વાવના સરહદી વિસ્તારમાં કોલસાની બોરી ભરેલું ટ્રેકટર ઝડપાયું : ટ્રેકટરના ફોટા વાયરલ થયા બાદ વન વિભાગ ઊંઘમાંથી સફાળું જાગ્યું

Share

વાવ તાલુકાના કારેલી ગામની સીમમાંથી મંગળવારે કોલસાના બોરા ભરીને એક ટ્રેકટર જઇ રહ્યું હોવાના ફોટા સ્થાનિકો મારફત વાયરલ થવા પામ્યા હતા. આથી વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને થરાદની નોર્મલ રેન્જ ફોરેસ્ટ ઓફીસર કચેરીના બીટગાર્ડ મોંઘીબેન ચૌધરી અને સ્ટાફ દ્વારા ટ્રેકટરને અટકાવીને થરાદ કચેરીમાં લાવવામાં આવ્યું હતું. થરાદ વન વિભાગનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરાતાં બાતમીના આધારે ઝડપી લીધું હોવાનું સ્ટાફે જણાવ્યું હતું.

[google_ad]

જો કે, જથ્થા અને ક્યાંથી ક્યાં લઇ જવાઇ રહ્યું હોવા સહિત બાકીની તમામ માહિતી તેમની કચેરીના આર.એફ.ઓ. જ આપી શકે તેમ સ્ટાફે જણાવ્યું હતું. આથી આર.એફ.ઓ. ટી.કે.ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરાતાં ટ્રેક્ટર બિનવારસી પકડયું હોવાનું જણાવ્યું હતું. જો કે, આ સિવાયની કોઇ માહિતી આપવાનો ધરાર ઇન્કાર કરીને બીટગાર્ડ પાસેથી મળી શકશે તેમ ખો આપી હતી.

From – Banaskantha Update


Share