પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ ધાબામાં અસામાજિક તત્વોના ટોળાએ તોડફોડ કરી, ઘટના CCTVમાં થઇ કેદ

- Advertisement -
Share

બનાસકાંઠામાં પાલનપુર – ડીસા રોડ પર આવેલ એક ધાબા પર મોડી સાંજે નજીવી બાબતે તકરાર થતાં મહિલાઓ સહિત અંદાજે 10 જેટલા લોકોનું ટોળું ધોકા, લાકડીઓ સાથે ધાબામાં ઘુસી જઇ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તોડફોડ કરનાર લોકોની શોધખોળ હાથ ધરી છે.

[google_ad]

પાલનપુર ડીસા રોડ પર આવેલ ચૌધરી ધાબા પર મોડી સાંજે અંદાજે 10 જેટલા લોકોના ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના બની છે. જેમાં નજીવી બાબતે તકરાર થતાં મહિલાઓ સહિત 10 જેટલા લોકો ધોકા, લાકડીઓ સાથે ધાબામાં અચાનક ઘુસી જઇ તોડફોડ મચાવી હતી.

[google_ad]

પુરુષો સહિત મહીલાઓએ પણ ધાબા પર ટેબલ અને ખુરશીઓની તોડફોડ કરી હતી તેમજ ધાબામાં રહેલા સમાનને પણ વેર વિખેર કરી આ ટોળુ ત્યાંથી નાસી ગયો હતું. અચાનક 10 જેટલા લોકોએ હુમલો કરતાં જ ધાબાના સંચાલકો પણ ભયભીત બની ગયા હતા.

[google_ad]

જોકે, ટોળાએ કરેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં ઘટનાની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તોડફોડ કરનાર લોકોની શોધખોળ હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!