ડીસામાં કચરાના ઢગમાં મળી આવેલ વૃદ્ધાના મોતના 28માં દિવસે અંતિમ સંસ્કાર : પરિવાર ન આવતા રોષ

- Advertisement -
Share

ડીસામાં દોઢ મહિના પહેલા કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃદ્ધાને હિંદુ યુવા સંગઠન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 26 જૂન 2021ના દિવસે તેણીનું મૃત્યુ થયું હતુ.

[google_ad]

કચરામાંથી મળેલા વૃદ્ધાના મૃતદેહના પાલનપુર અંતિમધામમાં પરિવાર વિના અગ્નિ સંસ્કાર કરાયું

જોકે, તે પછી 28 દિવસ નીકળી ગયા છતાં મોતનો મલાજો ન જાળવી વૃદ્ધાના પરિવારજનો મૃતદેહ લેવા ન આવતાં આખરે શનિવારે તંત્રની સૂચનાથી વૃદ્ધાને ડીસામાં કચરાના ઢગલામાંથી હોસ્પિટલમાં લાવનાર હિન્દુ યુવા સંગઠને જ પાલનપુર અંતિમધામમાં અંતિમ ક્રિયા કરી હતી.

[google_ad]

ડીસામાં કચરામાંથી વૃદ્ધા મળ્યા હતા

ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃદ્ધા કમળાબેનને ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની દ્વારા દોઢ મહિના અગાઉ પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં તેમના દ્વારા તેમજ પાલનપુરના જન સેવા એજ પ્રભુ સેવાના નરેશભાઇ સોની, એન. પી.પ્લસ સંસ્થાના નરેશભાઇ સોની, પાલનપુર મફતપુરા વિસ્તારમાં રહેતા હિરાબેન અમરતભાઇ ગેલોતરે છેલ્લે સુધી માજીની સેવા કરી હતી. 26 જૂન 2021ના દિવસે તેમનું મોત નિપજ્યું હતુ. જોકે, તે પછી 28 દિવસ નીકળી ગયા છતાં મોતનો મલાજો ન જાળવી વૃદ્ધાના પરિવારજનો મૃતદેહ લેવા ન આવ્યાં.

[google_ad]

સારવાર આપી છતાં કમનસીબે બચાવી શકાયા નહીં

આખરે શનિવારે તંત્રની સૂચનાથી વૃદ્ધાને ડીસામાં કચરાના ઢગલામાંથી હોસ્પિટલમાં લાવનાર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ ઘનશ્યામભાઈ સોની, કિશનભાઇ ગુજર સાથે ડીસા દક્ષિણ પોલીસ મથકના પીએસઆઇ એસ. જે. પરમારની સૂચનાથી પાલનપુર અંતિમધામમાં અંતિમ ક્રિયા કરી હતી.

[google_ad]

વૃદ્ધાનો ફાઈલ ફોટો

કમળાબેનને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનો જાણે છે કે, કમળાબેનનું નિધન થઇ ગયું છે. તેમ છતાં મૃતદેહ લેવા ન આવી મોતનો મલાજો પણ ન જાળવતાં તેમના ઉપર જિલ્લાવાસીઓ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

[google_ad]

Advt

કમળાબેન મુળ મહેસાણા તાલુકાના ઉંઝા તાલુકાના સુરપુરા ગામના અને હાલ ડીસામાં રહેતા બબાભાઇ વાલ્મિકીના પુત્રી હતા. તેમના લગ્ન ડીસા પોલીસ લાઇનની પાછળ નવાવાસ નજીક રહેતા બાબુભાઇ પનાભાઇ પુરબીયા સાથે થયા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન 4 સંતાનો છે. જોકે, નાનામાં નાની બાબતે પતિ-પત્નિ સાથે ઝઘડા થતાં હોઇ અલગ રહેતા હતા.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!