થરાદમાં મધરાત્રે ક્રુરતાપૂર્વક 6 અબોલ પશુઓ ભરેલુ જીપડાલુ ઝડપાયું : 1 ઝબ્બે, 1 ફરાર

- Advertisement -
Share

બનાસકાંઠાના થરાદમાંથી મંગળવારની મધરાત્રે 6 અબોલ પશુઓ ભરેલ જીપડાલું પોલીસે ઝડપી લીધું હતું. બે શખ્સો સામે ગૂનો નોંધી થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદના શેણલનગર વિસ્તારમાં રહેતા ભુપતભાઈ વિહાભાઇ રાજપુત તથા કનાભાઇ બેચરભાઈ રાજપુત મંગળવારની રાત્રિના એક વાગ્યાના સુમારે નરેશભાઈ વેરશીભાઈ બ્રાહ્મણ સાથે હોસ્પિટલમાં બ્લડ આપવા માટે જતા હતા.

[google_ad]

 

તે દરમિયાન એક જીપડાલુ તિરંગા હોટલ તરફના રોડથી પાડા, બકરાં તથા વાછરડી ભરીને પસાર થતાં તેને રોકવા જતાં તેનો ચાલક ઉતરીને ભાગી છુટયો હતો. જ્યારે બાજુની સીટ પર બેઠેલ થરાદ તાલુકાના દિદરડા ગામનો કાસમભાઈ જીવાભાઈ બલોચ ઝડપાઈ ગયો હતો. જીપડાલામાં આ પશુઓને ઘાસચારા, પાણીની સગવડ વગર ખીચોખીચ એકબીજા સાથે રસ્સીથી ગળા અને પગના ભાગેથી બાંધેલા હતા.

[google_ad]

 

જીવદયાપ્રેમીઓએ પાડા – 3 કિંમત રૂ.6000, બકરા – 2 કિંમત રૂ.2000 તથા વાછરડી એક કિંમત રૂ.2000ને થરાદ પોલીસ મથકને સોંપ્યા હતા. પોલીસે પશુઓને જાળવણી અર્થે પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં. ભુપતભાઇની ફરિયાદના આધારે પોલીસે કાસમભાઇ બલોચ અને જીપડાલાના ચાલક સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાની કલમની જોગવાઇ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!