ડીસા એરપોર્ટ પર 55 લાખના દારુ પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો

- Advertisement -
Share

ડીસાના તાલુકા પોલીસ મથકે 2020માં અલગ અલગ 47 ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો આજે ડીસાના એરપોર્ટ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

[google_ad]

ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં પણ અમુક લોકો દ્વારા ગુજરાતમાં વિદેશી દારૂ ગુસાડવામાં આવે છે. તેમાંય બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. બુટલેગરો દ્વારા છુપા રસ્તાથી બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ ગુસાડવામાં આવે છે.

[google_ad]

ત્યારે પોલીસ દ્વારા અનેક વાર બુટલેગરો દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂની ફેરાફેરી કરતા બુટલેગરોને દારૂ સાથે પકડવામાં આવે છે. ત્યારે ડીસા ખાતે આવેલ તાલુકા પોલીસ મથકે 2020માં અલગ અલગ 47 ગુનામાંથી 19,987 બોટલ કુલ કિંમત 55,23,378નો દારૂનો આજે ડીસા નાયબ કલેકટર હિરેન પટેલ, ડીસા ડી.વાય.એસ.પી કુશલ ઓઝા, ડીસા તાલુકા પી.આઈ .એમ .જે ચૌધરીની હાજરીમાં ડીસાના એરપોર્ટ ખાતે આજે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!