ગાંધીનગરમાં : કચેરીમાં ત્રાટકી એસીબી, સર્વશિક્ષાના સ્ટેટ ઈજનેર 1.21 લાખ લેતાં ઝડપાયાં

- Advertisement -
Share

સર્વ શિક્ષા અભિયાન હેઠળ થતાં કામોમાં લેવાતી કટકીનો આજે સૌથી મોટો પર્દાફાશ થયો છે. રાજ્યના મુખ ઈજનેર પોતાની જ કચેરીમાં રંગેહાથે ઝડપાઇ ગયા છે. ફરિયાદીની રજૂઆત આધારે એસીબીએ રેઈડ કરતાં સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર 1.21 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.

સ્કુલ બિલ્ડગના બાંધકામ સંદર્ભે પેટા કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માંગતાં મોટી કાર્યવાહી બાદ સર્વ શિક્ષા અભિયાનમાં ખળભળાટ મચી ગયો છે.

 

 

પાટણ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ વિવિધ બાંધકામ ચાલી રહ્યા છે. જેમાં સમી તાલુકામાં બોયઝ હોસ્ટેલ અને શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું પેટા કોન્ટ્રાક્ટ તરીકે કામ પૂર્ણ થઈ ગયું હતું. આ કામે બિલો મંજુર કર્યાના અવેજમાં 1.25 ટકા લેખે સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેર નિપૂણ ચોક્સીએ લાંચની માંગણી કરી હતી. જોકે રક્ઝકના અંતે એક ટકા લેખે રૂ. 1,21,000/- આપવાના નક્કી કર્યા હતા.

આ તરફ કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી એ.સી.બીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેથી અમદાવાદ સીટી એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ગઇકાલે લાંચનું છટકું ગોઠવતાં સ્ટેટ ઈજનેર પોતાની જ ઓફિસમાં લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા.

 

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, એસીબીના પીઆઇ આર. જી ચૌધરી સહિતની ટીમે ગાંધીનગર સ્થિત સ્ટેટ પ્રોજેક્ટ ઈજનેરની ઓફિસમાં રેઈડ કરતા ખળભળાટ મચી ગયો છે. લાંચિયા ઈજનેર નિપૂણ ચંદ્રવદન ચોક્સી પોતાની ચેમ્બરમાં જ એસીબીના હાથે ઝડપાઈ જતાં દોડધામ મચી ગઇ હતી.

લાંચની રકમ રૂ. 1.21 લાખ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-1 ની હાજરીમાં સ્વીકારી પકડાઈ ગયા હતા. આથી અમદાવાદ સીટી એસીબી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!