યુવતીને પરિવારજનોએ જ 51 વર્ષના આધેડ 18 લાખમાં વેંચી દીધી : પહેલા યુવતીને સાટામાં પરણાવી હતી

- Advertisement -
Share

થરાદ પંથકમાં બે દિવસ અગાઉ એક શિક્ષક સાથે યુવતીના અંગત ફોટા અને ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં યુવતીએ બુધવારે મોડી રાત્રે બનાસકાંઠા 181 અભિયમની મદદ લીધી હતી. તેણે નિવેદનમાં જણાવ્યું હતું કે, મારા પરિવારજનોએ અગાઉ લગ્ન કરાવ્યા હતા.

 

 

ત્યાંથી છુટાછેડા કરાવી 51 વર્ષના આધેડ પાસેથી રૂપિયા 18 લાખ લઇને તેને સોંપી દીધી હતી. જોકે, આધેડ પતિ બિમાર રહેતો હોઇ તેમજ અવાર-નવાર મ્હેણાં ટોણા મારતો હોઇ જીવવું દુષ્કર થઇ ગયું હતુ. જેથી એક શિક્ષક સાથે રિલેશનશિપમાં રહેતી હતી.

દરમિયાન મારા ફોટા અને ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવ્યા છે. મારે પણ જીંદગી જીવવી છે. આથી અભિયમની ટીમે તેને પાલનપુરમાં સુરક્ષિત સ્થળે આશ્રય અપાવ્યો હતો.થરાદ તાલુકાની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકના એક યુવતીના વાંધાજનક ફોટા અને ઓડિયો ક્લિપ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ હતી.

 

 

જેમાં બનાસકાંઠા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પગલાં ભરી આ શિક્ષકને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. બીજી તરફ ફોટામાં જે યુવતી દેખાય છે. તેણે બુધવારે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લા 181 અભિયમની મદદ માંગી હતી.

આ અંગે કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, 25 વર્ષની યુવતીએ ચોધાર આંસુએ રડતાં રડતાં પોતાનું નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2013માં તેના માતા- પિતાએ સમાજના રિવાજ પ્રમાણે સાટા પદ્ધતિમાં એના બાજુના જ ગામમાં કરાવ્યા હતા. જોકે, થોડા સમય પછી છુટાછેડા અપાવ્યા હતા. જે પછી એક 51 વર્ષના આધેડ શિક્ષક પાસેથી રૂપિયા 18 લાખ લઇને મને સોંપી દીધી હતી.

 

 

જોકે, મારા આધેડ પતિ શારીરિક રીતે અશક્ત હોઇ તેમજ સતત બિમાર રહેતા હતા. ઉપરથી મ્હેણા-ટોણા મારી હેરાન કરતાં હતા. મારૂ જીવન નર્કાગાર થઇ ગયું હોઇ શિક્ષકના પરિચયમાં આવી હતી. જોકે, હવે તે પતિ સાથે કે પિયરમાં જવા ન માંગતી હોઇ મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેનની મદદથી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે આશ્રય આપ્યો હતો.

યુવતીએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષક સાથેના અંગત ફોટા તેમજ ઓડિયો ક્લિપ કેવી રીતે વાયરલ થઇ તેની મને ખબર નથી. પરંતુ તે વાયરલ થયા પછી બદનામી થઇ છે. એક સમયે મે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!