ડીસાની ગુલબાણી નગર સોસાયટીમાં વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા : સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂઆત થઇ ચૂકી છે. રાત્રી દરમિયાન ડીસા શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે વોર્ડ નંબર 2ના ગુલબાની નગર સોસાયટી ભાગ-1 માં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. નગરપાલિકાના પ્રિ મોન્સુન પ્લાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો.

[google_ad]

ડીસા શહેરમાં ભારે ઉકળાટ બાદ રાત્રે દરમિયાન વરસાદની શરૂઆત થતા લોકોએ ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ ગુલબાની નગર સોસાયટીમાં રાત્રી દરમિયાન પડેલા વરસાદથી લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

[google_ad]

ગુલબાનીનગર ભાગ-1માં નગરપાલિકા દ્વારા બનાવેલ ગટરનાં નાળા ઢાંકવાની કામગીરી અંતગર્ત વરસાદી પાણીના નિકાલ કરવાની જગ્યા પણ બંઘ કરી દેવાતાં ઓછા વરસાદ પણ વરસાદી પાણી સોસાયટીમાં ઘરોમાં ઘુસી જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

[google_ad]

વરસાદી પાણી ભરાતાં સોસાયટીના રહીશો દ્વારા ચુંટાયેલા સદસ્યોને ટેલિફોનીક વાતચીત કરવાના પ્રયાસ કરાયો હતો. પરંતુ સદસ્ય દ્વારા ફોન ના ઉપાડતાં સોસાયટીના રહીશો દ્વારા જાતે જ ચાલું વરસાદમાં ભુગર્ભ ગટરની ચેમ્બરો ખોલી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

[google_ad]

ત્યારે સોસાયટીના રહીશો દ્વારા રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ગુલબાણીનગર સોસાયટી ભાગ-1માં કાયમી વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!