ડીસાની ખુશ્બૂ શોપિંગ સેન્ટરના વેપારીની દુકાનમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ હતી તે મેઘરાજાની સવારી ડીસા શહેરમાં રાત્રે દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે એન્ટ્રી કરી હતી. ડીસા શહેરમાં વરસાદની શરૂઆત થતાની સાથે લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી સાથે સાથે જગતનો તાત ખેડૂત પર સીઝનનો બીજો વરસાદ સારો પડતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

[google_ad]

 

પરંતુ સરકારના પ્રિ-મોન્સૂન પ્લાનનો ફીયાસકો જોવા મળ્યો હતો ડીસા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાનની કોઈપણ જાતની તૈયારી કરવામાં ના આવી હોય તેવા દ્રશ્યો ડીસા શહેરમાં આજે સિઝનના બીજા વરસાદમાં જોવા મળ્યા હતા. ડીસાની સિવિલ હોસ્પિટલની સામે આવેલી ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં નીચેના ભાગમાં આવેલી દુકાનોમાં રોડ પરથી વરસાદી પાણી રેડીમેડ દુકાન સહિત અનેક મકાનોમાં ઘુસી જતા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

[google_ad]

વેપારીઓના જણાવ્યા અનુસાર જૂની કોર્ટમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા ક્વાર્ટસ અંતગર્ત નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરની આગળ નીકળતી ગટરને બંધ કરી દેવામાં આવતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થવા પામી છે. આજે વરસાદે ડીસા શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરતાની સાથે જ ખુશ્બુ શોપિંગ સેન્ટરના વેપારીઓને મોટું નુકસાન ભોગવાના દિવસો આવ્યા હતા.

[google_ad]

સવારે વેપારીઓ દ્વારા પોતાની દુકાન ખોલતાની સાથે જ દુકાનમાં વરસાદી પાણી ભરાયા નજર પડતાં વેપારીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો તમામ વેપારીઓએ પોતાના દુકાનમાંથી વરસાદી પાણીને બહાર કાઢવાની જાતે જ વ્યવસ્થા કરી અને માલસામાન વરસાદી પાણીમાં પલળી જવા પામ્યો હતો. જેના લીધે વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

[google_ad]

ત્યારે ખુશ્બૂ શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા આજે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ડીસા નગરપાલિકાના પ્રમુખને વિનંતી કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી ખુશ્બૂ શોપિંગ સેન્ટરમાં બીજીવાર વરસાદી પાણી ના ભરાય અને વેપારીઓને કોઈ નુકસાન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!