ડીસામાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરાઇ

- Advertisement -
Share

11મી જુલાઈને વિશ્વ વસ્તી દિન તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા ઘણી વધી રહી છે. આ વસ્તી વધારાને કારણે સામાજિક સંતુલન અને પ્રાકૃતિક સમસ્યાઓ જાળવવામાં ઘણી વિકટ સ્થિતિનો સામનો કરવાનો થાય છે.

[google_ad]

 

વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે અને વધતી જતી વસ્તી પર રોક લાગે તે માટે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે રવિવારે ડીસા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ હરિયાણીની અધ્યક્ષતામાં આશા વર્કરો સાથે મિટિંગ યોજી ત્યાર બાદ ડો. જીગ્નેશ હરિયાણીના હસ્તે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

રેલીમાં “નાનું કુટુંબ સુખી કુટુંબ “, “દીકરો દીકરી એક સમાન”, અને “બેટી બચાવો બેટી પઢાવો” ના નારા સાથે ડીસાના જાહેર માર્ગો પર રેલી ફરી લોકોમાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી કરી વધતી જતી વસ્તી પર રોક લાગે તેવી જાગૃતિ લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!