રાજ્યમાં 15મી જુલાઈથી ધો-12ની સ્કૂલો, કોલેજો 50% કેપિસિટી સાથે શરૂ કરી શકાશે

- Advertisement -
Share

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021ને ગુરુવારથી ધોરણ-12ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

[google_ad]

[google_ad]

રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. . ત્યાર બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

[google_ad]

[google_ad]

રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરએ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યૂનો અમલ કરાશે. આ રાત્રી કર્ફ્યૂ 10 જુલાઇના રાત્રે 10 કલાકથી 20 જુલાઇના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

[google_ad]

[google_ad]

ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ/ટ્યૂશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!