વિસાવદરમાં આપ નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો,5 થી 7 વાહનોમાં તોડફોડ

- Advertisement -
Share

વિસાવદરમાં આપ નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો,5 થી 7 વાહનોમાં તોડફોડ

 

જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આવેલા આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે.

વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

આપ કાર્યકતાને હુમલા માં ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

 

લેરિયા ગામમાં આજે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હુમલાની ઘટનાના પગલે હાલ લેરિયા ગામનો કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો છે.

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!