ડીસામાં સરકારી કામમાં રૂકાવટ મામલે બેંક મેનેજરે વેપારી સામે ફરિયાદ નોંધાવી

- Advertisement -
Share

ડીસાના વેપારીએ બેંક ઓફ બરોડામાં પાંચ પ્લોટો ઉપર લોન લીધી હતી. પરંતુ સમયસર ન ભરતાં બેંકના મેનેજરે નોટીસ ફટકારી હતી. જોકે, વેપારી અને અન્ય શખ્સોએ બેંકના મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે બેંકના મેનેજરે વેપારી અને અન્ય શખ્સો સામે બેંકના સરકારી કામકાજમાં રૂકાવટ બદલ અને જાનથી મારી નાખવાની ફરિયાદ ડીસા દક્ષિણ પોલીસ મથકે નોંધાવી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાની અંકીત સોસાયટી ખાતે રહેતાં પોપટલાલ ચમનાજી કચ્છવાએ બેંક ઓફ બરોડા-ડીસા શાખામાંથી રૂ. 65 લાખની સી.સી. લોન લીધી હતી અને સાક્ષી તરીકે લાલાભાઇ ચમનાજી કચ્છવા અને ભોગીલાલ ડાહ્યાજી માળીએ જામીનદાર તરીકે સહીઓ કરી હતી અને અવેજ પેટે પોતાની સ્વતંત્ર માલિકીના ડીસા-પાલનપુર હાઇવે ઉપર આવેલ પ્લોટ મોર્ગેજમાં બેંકમાં મૂક્યા હતા.

 

 

જોકે, ત્યારબાદ પોપટલાલ ચમનાજી કચ્છવા દ્વારા બેંકની સી.સી. લોન ભરપાઇ કરી ન હતી. જેથી બેંક દ્વારા અવાર-નવાર નોટીસ આપી લોન ભરપાઇ કરવા જણાવ્યું હતું. તેમ છતાં પણ તેઓ દ્વારા લોન ભરપાઇ કરવામાં ન આવતા નિયમ મુજબ બેંકમાં મોર્ગેજમાં મૂકેલ મિલ્કતનો કબજા લેવા માટે તા. 23/06/2021ના રોજ બેંક મેનેજર હિંમતસિંહ ગહેલોત, બેંકના સિનિયર મેનેજર પંકજકુમાર સૈની અને સ્ટાફ સાથે પ્લોટ ઉપર આવી કબજા કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને પંચનામું પૂર્ણ કરતાં હતા.

 

 

File Photo

 

તે દરમિયાન લાલાભાઇ ચમનાજી કચ્છવાએ અને તેની સાથે બે-ત્રણ માણસો આવી સરકારી કામમાં રૂકાવટ કરવા લાગ્યા હતા અને બેંક દ્વારા લગાવેલ નોટીસ બોર્ડ ઉખાડીને ફેંકી દીધું હતું અને બેંક મેનેજર સહીતના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બેંક ઓફ બરોડાના ચીફ બેંક મેનેજર તપનકુમાર સ/ઓ સનાતનભાઇ પ્રધાને દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ કલમ મુજબ લાલાભાઇ ચમનાજી કચ્છવા અને અન્ય 12 વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File Photo

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!