દિયોદરના લુદરામાં 4.91 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

- Advertisement -
Share

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દિયોદરના લુદરા ગામની સીમમાંથી ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. SoG પોલીસની ટીમએ લુદરા ખાતેથી દોલાજી ઠાકોર નામના શખ્સને 4 કિલો 908 ગ્રામ ગાંજા સાથે રૂપિયા 49 હાજરથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળ તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દિયોદર તાલુકાના લુદરા ગામની સીમમાંથી એક મકાનમાંથી ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. જેમાં એસ.જી પોલીસ ખાનગી રહે બાતમી હકીકત મળેલી કે દિયોદર તાલુકાના લુદરા ગામે રહેણાંક મકાન બનાવી રહેતા ઠાકોર દોલાજી પોતાના ઘરે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છે.

જે બાતમી હકીકતના આધારે બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે પંચો સાથે લુદરા ગામે રેડ કરતા એસ.ઓ.જી પોલીસને 4 કિલો 980 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી પોલીસે દોલાજી ઠાકોરની અટકાયત કરી દિયોદર પોલીસ મથકે કુલ 49,080 મુદ્દામાલ સાથે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિયોદર પોલીસ મથકે એન.ડી.પી.એસ એક્ટ મુજબનો દોલાજી ઠાકોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!