વડગામમાં એક ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, રૂ.69,150નો મુદામાલ જપ્ત કરાયો

- Advertisement -
Share

વડગામ તાલુકાના ભૂખલા ગામની સિમમાં આવેલ ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર થતું હોવાની બાતમી આધારે વડગામ પોલીસે બાતમીવાળી જગ્યાએ ગુરુવાર રાત્રે રેડ કરી ખેતરમાંથી 8 ગાંજાના છોડ તેમજ એક કાળી થેલીમાંથી ગાંજાના પાંદડાનો ભૂકો મળી કુલ રૂ.69,150નો મુદામાલ જપ્ત કરી એક ઈસમની અટકાયત કરવા સાથે તાલુકામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઇ હતી..

 

 

વડગામ તાલુકાના ભૂખલા ગામની સિમમાં આવેલ ભીખાજી બબાજી ઠાકોર પોતાના ભોગવટા વાળા ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતા હોવાની બાતમી વડગામ પીએસઆઇ એ.એસ. રબારીને મળતા તેઓએ ઉપલા અધિકારીના સંપર્કમાં રહી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એન.ડી.અંસારી સાથે સ્ટાફ સહિતની ટિમ બાતમી વાળા ખેતરમાં જઈ રેડ કરતા ખેતરમાંથી 8 ગાંજાના છોડ સહિત એક ઈસમ પાસે કાળી થેલીમાંથી માદક પદાર્થ ભરેલ કાળી થેલી કબ્જે કરી હતી.

જેમાંથી ગાંજાના પાંદડાનું ભુક્કો મળી આવ્યો હતો. માદક પદાર્થ ગાંજાના છોડ નંગ આઠ કુલ વજન 6.735 કી.ગ્રા. કિંમત રૂ. 67,350 તેમજ ગાંજાના ભુક્કાના પાંદડાવાળો વનસ્પતિનો માદક પદાર્થ 180 ગ્રામ કિંમત રૂ.1800 મળી કુલ રૂ. 69,150નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ભીખાજી બબાજી ઠાકોર રહે.ભૂખલા તા.વડગામ મૂળ રહે કોદરામની અટકાયત કરીને ગુનો નોંધવામાં આવ્યો.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!