રોટરી ક્લબના સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- Advertisement -
Share

આજરોજ રોટરી કલબ ના 56માં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું તેમજ રોટરી કલબના સભ્યો એ ડીસા ખાતે આવેલ બ્રાન્ચ પ્રાથમિક શાળામાં બાળકોને રમત ગમતના સાધનો આપી રોટરી કલબ ના સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

રક્તદાન એ મહાદાન છે. દર વર્ષે લોકોની જીંદગીબચે તેવા આશયથી વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રક્તદાન નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ માધ્યમથી જરૂરિયાત મંદ લોકોને રક્તદાન પૂરું પાડવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ડીસા શહેરમાં અનેક લોકો દ્વારા રક્તદાન ના કાર્યક્રમો કરવામાં આવે છે. અને રક્ત થકી આજે પણ અનેક લોકોની જીંદગી બચી છે. ત્યારે આજે ડીસા શહેરમાં રોટરી કલબ ના સભ્યો એ રોટરી કલબના 56 માં સ્થાપના દિન નિમિત્તે ડીસા રોટરી કલબના હોલમાં બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 70 થી વધુ બોટલ નો ટાર્ગેટ સાથે બ્લડ ડોનેશન કાર્યકર્મ યોજાયો હતો.

 

 

લોકોએ પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. તેમજ રોટરી કલબના સ્થાપના દિન નિમિત્તે રોટરી કલબના સભ્યો એ ડીસા ખાતે આવેલ બ્રાન્ચ પ્રાથમિક શાળા માં બાળકોને રમત ગમત ના સાધનો આપી રોટરી કલબના સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં રોટરી કલબ ના પ્રમુખ શ્રી રાજેશભાઇ ઠક્કર,મંત્રી શ્રી. ડો તુષારભાઈ પટેલ,પ્રોજેકટ ચેરમેન મણીભાઈ પટેલ,ડો.કિશોરભાઈ આસનાની તથા વિક્રમભાઈ ઠક્કર તથા પ્રવીણભાઈ વ્યાસ તથા અન્ય રોટરી મિત્રો એ હાજરી આપી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!