લાખણીથી ડીસા રોડ પર વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું : બે પોલીસની ઝડપમાં, એક ફરાર

- Advertisement -
Share

વિદેશી દારૂની બોટલ નંગ-1733 મોબાઇલ નંગ-4 અને રોકડ રકમ રૂ.14,280 ટેન્કર મળી કુલ રૂ. 37,22,980 નો મુદ્દામાલ કબ્જે કર્યો

 

લાખણી તરફથી એક ટેન્કર ગાડીમાં વિદેશી દારૂ ભરી ડીસા તરફ આવનાર છે. જેની જાણ એલ.સી.બી. પોલીસને મળતાં તેઓએ આગથળા પોલીસને વોચ ગોઠવવાની જાણ કરી હતી. તે દરમિયાન બાતમીના આધારે કાતરવા કેટલફીડ નજીક આગથળા પોલીસે એક ટેન્કરને થંભાવી તપાસ કરતાં તેમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

 

 

જેથી આગથળા પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-1733, મોબાઇલ નંગ-4 અને રોકડ રકમ રૂ.14,280 ટેન્કર મળી કુલ રૂ. 37,22,980 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ડ્રાઇવર સહીત બે શખ્સોની અટકાયત કરાઇ હતી. જ્યારે એક શખ્સ ફરાર થઇ ગયો હતો. આ અંગે આગથળા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.માથોલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી એલ.સી.બી. પોલીસના માર્ગદર્શન હેઠળ આગથળા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન આગથળા પોલીસે ખાનગી બાતમીના આધારે લાખણી તરફથી એક ટેન્કર ગાડી નં. GJ-12-BW-1441 માં વિદેશી દારૂ ભરી ડીસા તરફ આવનાર છે.

જેથી કાતરવા કેટલફીડ નજીક વોચ ગોઠવતાં તે દરમિયાન એક ટેન્કર ગાડી પસાર થતાં તેને રોકાવી તલાશી લેતાં વિદેશી દારૂની બોટલ નંગ-1733 રૂ. 6,93,200, મોબાઇલ નંગ-4 રૂ.15,500, રોકડ રકમ રૂ. 14,280 અને ટેન્કર ગાડી કિંમત રૂ. 30,00,000 મળી કુલ રૂ.37,22,980 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ગાડીના ચાલક ફતારામ થાનારામ જાટ અને મગનારામ ખેતારામ જાટ (બંને રહે. ધારાસર, તા. ચોટન, જી. બાડમેર, રાજસ્થાન) વાળાને ઝડપી પાડ્યા હતા તેમજ માલ ભરાવનાર સત્તારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) વાળા વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસે ગુનો નોંધી ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!