પાલનપુરમાં કોંગ્રેસના ધારાસભ્યો સહીત કાર્યકરોએ પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો

- Advertisement -
Share

કોંગ્રેસના 3 ધારાસભ્યો સહીત 40 કાર્યકરોની અટકાયત કરાઇ

 

પાલનપુર શહેરમાં ગુરૂનાનક ચોક ખાતે શુક્રવારે બનાસકાંઠા જીલ્લાના કોંગ્રેસના કાર્યકરોએ એક સંગઠન થઇ વધતાં જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર રસ્તા રોકો અને ભાજપ સરકાર સામે વિરોધ ઠાલવ્યો હતો.

 

 

કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીના સમય દરમિયાન દિવસને દિવસે સતત વધતાં જતાં ભાવ વધારાને લઇને સરકાર સામે પોસ્ટર લઇ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા. જ્યારે કોંગ્રેસના 3 ધારાસભ્યો સહીત 40 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

 

 

બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર શહેરમાં ગુરૂનાનક ચોક ખાતે શુક્રવારે બનાસકાંઠા જીલ્લાના કોંગ્રેસના કાર્યકરોએ એક સંગઠન થઇ વધતાં જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીના સમય દરમિયાન દિવસને દિવસે સતત વધતાં જતાં ભાવ વધારાને લઇને ભાજપ સરકાર સામે પોસ્ટર લઇ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા.

 

 

જ્યારે કોંગ્રેસના 3 ધારાસભ્યો સહીત 40 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે બળજબરીથી અટકાયત કરી હોવાનો કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. પોલીસે કોંગ્રેસના નેતાઓને વિરોધ જ ન કરવા દીધો હતો. પેટ્રોલ અને ડીઝલમાં વધતો જતો ભાવ વધારો પાછો ખેંચાય તેવી કોંગ્રેસના કાર્યકરોની માંગ છે.

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!