લાખણી માર્કેટયાર્ડમાં મોડી રાત્રે રસોડામાં ગેસનો બાટલો ફાટતા દોડધામ : મોબાઇલમાં શોર્ટ-સર્કીટથી સર્જાયી હોનારત

- Advertisement -
Share

લાખણી માર્કેટયાર્ડમાં મંગળવારે મોડી રાત્રે મોબાઇલમાં શોર્ટ-સર્કીટથી ગેસનો બાટલો ફાટતાં અફડા-તફડી મચી ગઇ હતી. જેમાં બાટલો ફાટતાં દુકાનની બાજુમાં આવેલી પાણીની ટાંકી, દીવાલ અને જરૂરી સાધન સામગ્રી બળીને ખાખ થઇ ગઇ હતી. જેમાં ગેસનો બાટલો ફાટતાં તેનો ધડાકો થતાં આજુબાજુના કામદારો દોડી આવ્યા હતા અને સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

 

 

આ બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં લાખણી તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડ આવેલી છે. જેમાં રાજેશ ટ્રેડર્સ નામની પેઢી આવેલી છે. જેમાં મંગળવારે મોડી રાત્રે કામદારો સૂતા હતા. તે દરમિયાન અચાનક દુકાનના ઉપરના માળે કામદારોના રસોડામાં મોબાઇલમાં શોર્ટ-સર્કીટના કારણે ગેસનો બાટલો ફાટતાં તેનો ધડાકાભેર અવાજ દૂર દૂર સુધી સંભળાતાં અફડા-તફડી મચી ગઇ હતી.

 

 

જેમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સૂતેલા કામદારો તાત્કાલીક દોડી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઇ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે કામદારોના રસોડામાં બાટલો ફાટતાં મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં બાટલો ફાટતાં દુકાનની બાજુમાં આવેલી પાણીની ટાંકી, દીવાલ અને જરૂરી સાધન સામગ્રી બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે સદ્દનસીબે મોટી જાનહાની સર્જાતાં ટળી હતી.

 

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!