સુઇગામના 21 ગામોને નર્મદા કેનાલમાંથી બ્રાંચ કેનાલ ન આપી સરકાર દ્વારા પાપ કર્યું છે – વી.કે.કાગ

Share

સુઇગામ તાલુકાને પાણી નહીં તો વોટ નહીં અને અગામી વર્ષ 2022ની વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરીશું – પરાગ રાજપુત, સરપંચ બેણપ

 

બનાસકાંઠા જીલ્લાનો સુઇગામ તાલુકો એટલે રણવિસ્તર અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલ તાલુકો છે બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકામાં ઓછો વરસાદ પડે છે અને વર્ષ 2019-20માં તીડ દ્વારા મોટા પાયે નુકશાન સુઇગામ તાલુકામાં થયું હતું અને કુદરતી આફતો સુઇગામનો પીછો છોડતી નથી.

[google_ad]

ગુજરાત સરકાર એક બાજુ 2022માં ખેડૂતોની ડબલ આવકના દાવા કરે છે બીજી બાજુ બનાસકાંઠા જીલ્લાનો અતિ પછાત તાલુકા એટલે સુઇગામ તાલુકામાં હજું સુધી પુરતી સુવિધા આપવામાં આવતી નથી તેથી તા.11/08/2021ના રોજ વાવ-સુઇગામ તાલુકાના 21 ગામના ખેડૂતો કુભારકા ગામે ભેગા મળી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લાની આગેવાની હેઠળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નાયબ કલેક્ટર સુઇગામ મારફતે આવેદનપત્ર આપી પાકી બ્રાંચ કેનાલની માગણી કરી રજૂઆત કરવામાં આવી.

 

[google_ad]

“જો સરકાર માગણી નહીં સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી આંદોલન કરવામાં આવશે છતાં સરકાર નહીં સંભાળે તો અગ્રણી વર્ષ 2022ની વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે” તેવી ચિમકી ઉચારવામાં આવી.

[google_ad]

વધુમાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના જીલ્લા પ્રમુખ વી.કે.કાગ જણાવ્યું કે, “સરકાર વાવ – સુઇગામ તાલુકાને હરીયાળી તાલુકાના ખોખલા દાવા કરે છે વાસ્તવમાં વાવ – સુઇગામ તાલુકાના 21 કરતા વધુ ગામો પાણીથી વંચિત રાખી પાપ કર્યું છે અને તે પાપનું પરીણામ વર્ષ 2022ની વિધાનસભાની ચુંટણીમાં સરકારને ભોગવવું પડશે.”

[google_ad]

બુધવારે યોજાયેલ સભામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા વી.કે.કાગ, પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ, જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, જીલ્લા કોષાઅધ્યક્ષ વિક્રમભાઈ ગામોટ, જીલ્લા ઉપ પ્રમુખ કરશનભાઈ રાજપુત, વાવ તાલુકા પ્રમુખ આઇ.વી.ગોહિલ, મહામંત્રી ભાવસિંહ ગોહિલ તેમજ કિસાન ટ્રસ્ટના નટુભાઇ પટેલ તેમજ બેણપ સરપંચ પરાગભાઈ રાજપુત સહીત 21 ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહી સૌની માંગણી હતી કે, “પાણી અમારો હક્ક છે અને હક્ક માટે લડત ચલાવી પાણી સરકાર પાસેથી મેળવીને રહીશું”

 

From – Banaskantha Update


Share